શિવપુરાણમાં આ 6 વાતોને માનવામાં આવ્યું છે મહાપાપ, ક્યાંક તમે તો નથી કરતાને આવું

મહાદેવ તમને ભયાનક દંડ આપશે, આ 6 કામ ભૂલથી પણ ન કરતા

આપણા ધર્મ શાસ્ત્રોમાં મનુષ્યના કાર્ય અને વ્યવહાર સાથે જોડાયેલી દરેક સારી-ખરાબ વાતો પાપ-પુણ્ય વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે. શીવપુરાણમાં મનુષ્યના આચરણ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો જણાવવામાં આવી છે જેને પાપના સમાન મનાવામાં આવેલી છે . આવો તો શિવપુરાણના આધારે તમને જણાવીએ કે ક્યુ કામ કરવું મહાપાપ માનવામાં આવે છે અને તેને પાપની શ્રેણીમાં જ જોવામાં આવે છે અને આવું કામ કરનારાઓને ભગવાન શિવ ક્યારેય પણ માફ નથી કરતા.

1. ગર્ભવતી મહિલા સાથે આ કામ કરવું:
શિવ પુરાણના આધારે ગર્ભવતી મહિલા કે માસિક ધર્મમાંથી પસાર થઈ રહેલી મહિલાને ક્યારેય પણ અપશબ્દો કહેવા જોઈએ નહીં. આ સિવાય તેની સાથે મોટા અવાજે બોલવું પણ ન જોઈએ. શિવની નજરમાં આ કામ પાપ અને અપરાધ સમાન છે, અને એવું કરનારાઓને નર્કમાં પણ જગ્યા નથી મળતી.

2. વડીલો, કે માતા-પિતાનું અપમાન કરવું:
ગુરુ,માતા-પિતા,વડીલોનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ. શિવપુરાણમાં આવું કરનારાઓને પાપની શ્રેણીમાં રાખવામાં આવે છે.

3. પરપુરુષ કે પરસ્ત્રી તરફ નજર કરવી:
બીજાના પતિ કે પત્ની પર ખરાબ નજરથી જોવું મહાપાપ માનવામાં આવે છે. માત્ર આવા વિચારથી પણ મનુષ્ય દોષી બની જાય છે.

4. બીજાના ધનની લાલચ:
લોકોએ હંમેશા પોતાની મહેનતથી કમાયેલું ધન જ વાપરવું જોઈએ.બીજાનું ધન પડાવી પાડવાની ઈચ્છા રાખવી શિવની નજરમાં પાપ સમાન છે.

5. શબ્દોથી હાનિ પહોંચાડવી:
શિવ પુરાણના આધારે બીજા પ્રત્યે ખરાબ ધારણા રાખવી કે તેને અપશબ્દો કહીને હાનિ પહોંચાડવી પણ પાપની શ્રેણીમાં આવે છે.

6. આવી વસ્તુઓનું સેવન કરવું:
શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ જીવની હત્યા કરીને તેનું ભોજન કરવું સૌથી મોટું પાપ છે.આવા લોકોને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા, અને શિવની નજરોમાં આવા લોકો હંમેશા અપરાધી રહે છે.

Team Dharmik