ગરુડ પુરાણના અનુસાર આ 5 કામ કરનારા લોકો નથી કમાઈ શક્તા ધન, રહે છે ગરીબ

પૈસા દરેક કોઈના જીવનની જરૂરિયાત હોય છે. પૈસા કમાવા માટે દરેક કોઈ તનતોડ મહેનત કરતા હોય છે. જો કે ગરુડ પુરાણના આધારે આ કામ કરનારા લોકોને મહેનત કરવા છતાં પણ ધન પ્રાપ્તિ નથી થતી અને હંમેશા ગરીબ રહે છે. આવો તો જાણીએ કે ક્યાં કામ કરવાથી ધન પ્રાપ્તિ ઇચ્છા પૂર્ણ નથી થતી.

એવા લોકો જેઓ અનૈતિક હોય છે, નીતિઓનું પાલન નથી કરતા અને ખોટા રસ્તાઓ પર ચાલ્યા જાય છે તેઓને ક્યારેય પણ ઇચ્છાનુસાર ધનની પ્રાપ્તિ નથી થઇ શક્તિ.

જે પોતાના શરીરને સ્વચ્છ નથી રાખતા અને સાથે જ પોતાના દાંતોને સ્વચ્છ નથી રાખતા અને જે સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે સ્નાન કરે છે તેઓને ક્યારેય ધન નથી મળતું અને હંમેશા ગરીબ જ રહે છે.

જે લોકો ગંદા વસ્ત્રો ધારણ કરે છે અને ક્યારેય પણ સારા જીવનને વ્યતીત નથી કરી શકતા તેવા લોકો પણ સારા સ્તર પર ધનની પ્રાપ્તિ નથી કરી શક્તા.

જેઓના વિચાર શુદ્ધ નથી હોતા, જેઓ ધર્મ કાર્યમાં પૈસા નથી લગાવતા અને ન તો કોઈપણ પ્રકારની મહેનત કરે છે તેઓ ક્યારેય પણ ધન પ્રાપ્તિના અધિકારી નથી હોતા.

એવા લોકો જેઓ ઈશ્વરમાં આસ્થા નથી રાખતા, નાસ્તિકતા પર વિશ્વાસ રાખે છે તેઓના પર ક્યારેય પણ લક્ષ્મીની કૃપા નથી બનતી.

Team Dharmik