Dharm

આ 5 ઉપાયોમાંથી કોઈ એક કરી લો ઉપાય, ખુબ આવશે પૈસા, મનોકામનાઓ થશે પૂર્ણ

આજના સમયમાં દરેક લોકો માટે સૌથી મહત્વપૂર્ણ પૈસા છે. લોકો પૈસા કમાવવાની દરેક સંભવ કોશિશ કરતા હોય છે. જો લાખ કોશિશ કરવા છતાં પણ ધન નથી મળતું તો શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેની મદદથી તમે દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકશો.

ધન મેળળવા માટે કરો આ ઉપાય:
1. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં નિયમિત રૂપથી કે પછી દરેક શુક્રવારે શ્રી સૂક્ત અથવા લક્ષ્મી સૂક્તનો પાઠ થાય છે તેવા ઘરની અંદર ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હંમેશા બની રહે છે. જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમારા ઘરમાં પણ આ પાઠ ચોક્કસ કરો. તેનાથી જીવનની આર્થિક તંગી દૂર થશે અને ધન પ્રાપ્તિ થશે.

2. વાસ્તુશાસ્ત્રના આધારે જોવામાં આવ્યું છે કે જીવનમાં નકારાત્મક ઉર્જા ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે. નકારાત્મક ઉર્જાને લીધે પરિવારમાં અશાંતિ બની રહે છે. આવા ઘરમાં હંમેશા પરિવાર વચ્ચે મનમુટાવ રહે છે. જે ઘરમાં અશાંતિ ફેલાયેલી હોય તેવા ઘરમાં માં લક્ષ્મી ક્યારેય પણ વાસ નથી  કરતી. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે અઠવાડિયામાં એક વાર સમુદ્રી મીઠું(નિમક)થી ઘરમાં પોતા અને સાફ સફાઈ કરો, જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘર પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

3. તમે દરેક અમાસના દિવસે તમારા ઘરની પુરી રીતે સાફ સફાઈ કરો. જો તમારા ઘરની અંદર કોઈ વધારાનો બિનજરૂરી સમાન રાખેલો છે તો તેને બહાર કાઢી નાખો કે પછી વેંચી દો. તમે તમારા ઘરના મંદિરમાં પાંચ અગરબત્તી લગાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

4. તમે પૂર્ણિમાને છાણાને સળગાવીને 108 વાર આહુતિ આપો. આ ઉપાય કરવાથી તમારામાં ધાર્મિક ભાવના ઉત્પન્ન થશે અને ઘરની દરેક સમસ્યાઓ દૂર થઇ જશે. આ સિવાય છાણાને સગળાવીને તેના પર લોબાન્ગ મૂકીને મહિનામાં બે વાર તમારા ઘરમાં ધૂપ કરો. આવું કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

5. જો તમે આર્થિક રૂપે ચિંતિત છો અને આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો ગુરુવારે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને ઘી નો દીવો કરો, આ સિવાય તમે શનિવારના દિવસે ગોળ અને દૂધ મિશ્રિત જળ પણ અર્પણ રો અને રાઈના તેલનો દીવો કરો. આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.