43 વર્ષ પહેલા મચ્છૂ ડેમ તૂટતા મોતને માત આપનારી મુમતાજ ઝૂલતો પુલ દુર્ઘટનામાં મોતને ભેટી, દીકરાએ સંભળાવી માતાની હિંમતની કહાની

જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો હતો, ત્યારે બચી…આ વખતે નહિ : ત્યારે દુપટ્ટાથી 4 લોકોનો જીવ બચાવ્યો હતો

કહેવાય છે કે કિસ્મત બધી વખત સાથ આપે એ જરૂરી નથી. આવું જ કંઇક મુમતાજ સાથે પણ થયુ. મુમતાજ ત્યારે 19 વર્ષની હતી, જ્યારે 1979માં મચ્છુ ડેમ તૂટી ગયો હતો. ગુજરાતના ઇતિહાસમાં આ રીતની તે ખરાબ આપદા રહી હતી. ત્યાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર પણ આ રીતની સૌથી ખરાબ આપદા રહી છે. આ દરમિયાન સતત એક સપ્તાહ સુધી ભારે વરસાદ થયો હતો. જેને કારણે ડેમમાં પાણીનું સ્તર વધ્યુ અને તે તૂટી ગયો. આ ઘટનામાં 2000 જેટલા લોકોનું મોત થયુ હતુ.મોરબી અને આસપાસના ગામ પણ પૂરની ચપેટમાં આવી ગયા હતા.

ત્યારે 19 વર્ષની મુમતાજ પોતાનો જીવ બચાવવામાં સફળ રહી હતી. તેણે પોતાના દુપટ્ટાથી 4 લોકોનો જીવ પણ બચાવ્યો હતો. ત્યારે રવિવારના રોજ મોરબીમાં ઝુલતો પુલ દુર્ઘટના સમયે પણ મુમતાજ હાજર હતી પરંતુ આ વખતે નિયતિને કંઇક બીજુ જ મંજૂર હતુ. આ દુર્ઘટનામાં મુમતાજનો જીવ ચાલ્યો ગયો. તેની વહુ અને પૌત્ર પણ ડૂબી ગયા. મુમતાજના દીકરાએ માતાની બહાદુરી અને માણસાની કહાની જણાવી હતી. ડેમ અકસ્માતની એ યાદ પણ તેણે તાજા કરી જે તેની માતા તેને જણાવતી હતી. 19 વર્ષની ઉંમરે મોતને માત આપનારી મુમતાજ 62 વર્ષની ઉંમરે તેનાથી હારી ગઇ.

મોરબી બ્રિજ અકસ્માતમાં મુમતાજનો પુત્ર તારિક, મુમતાજ તેમજ તારિકની પત્ની શબાના અને પુત્ર અશદ ગુમ થયા હતા. જો કે, તારિકનો બચાવ થઇ ગયો હતો. તારિક ઓટો ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તે કહે છે કે, પુલ દુર્ઘટનામાં તેણે બધાને ગુમાવ્યા છે. તેની ભરપાઈ થવી જોઈએ નહીં. ન્યાયની જરૂર છે. દોષિતોને સજા મળવી જોઈએ. તારિકે કહ્યું, 11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ ડેમ તૂટતાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. મારી માતા મુમતાજના નવા નવા લગ્ન થયા હતા. અવિરત વરસાદને કારણે મચ્છુ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. બપોરે 3.15 વાગ્યે ડેમ તૂટી ગયો હતો અને 15 મિનિટની અંદર જ આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. બે કલાકમાં મકાનો અને ઈમારતો જમીન પર પડવા લાગી.

લોકોને કોઇ તક પણ ન મળી. આ અકસ્માતની કહાની મારી માતા કહેતી હતી. તારિકે કહ્યુ કે, તેની માતાએ દુપટ્ટા વડે ચાર લોકોને બચાવ્યા પણ હતા. માતાના સંબંધીઓને તેના પર ગર્વ હતો. તેની બહાદુરીની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. જ્યારે ડેમ તૂટયો ત્યારે માતા અને પિતા ઘરની છત પર ચઢી ગયા. તેઓ 3 દિવસ ત્યાં રહ્યા અને પરિસ્થિતિ થાળે પડવાની રાહ જોઈ. નદીનું પાણી ઓછું થતાં તેઓ નીચે આવ્યા. આ અકસ્માતે તેમને આર્થિક રીતે ભાંગી નાખ્યા હતા. માતા-પિતાને તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. ત્યાં માતા, પત્ની અને પુત્ર ગુમાવનાર તારિક કહે છે કે તેને માત્ર ન્યાય જોઈએ છે. હું તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી ઈચ્છું છું.

Team Dharmik