Dharm

આ જગ્યાએ હનુમાન દાદા ધરતી ફાડીને પ્રગટ થયા હતા. દર વર્ષે વધે છે દાદાની પ્રતિમા, 400 વર્ષ જૂનું છે મંદિર

આપણા દેશની અંદર હનુમાન દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે. હનુમાન દાદાના કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં આજે પણ તેમાં સતના પરચાઓ મળે છે. એવું જ એક હનુમાન દાદાનું મંદિર છે જે 400 વર્ષ જૂનું છે અને અહીંયા હનુમાનદાદા ધરતી ચીરીને સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા.

હનુમાન દાદાનું આ ચમત્કારિક મંદિર છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામની અંદર આવેલું છે. જ્યાં 400 વર્ષ જૂની વિશાળ પ્રતિમા છે. દર વર્ષે આ પ્રતિમાનો આકાર અને ઊંચાઈ વધવાનો દાવો મંદિર સમેત ભક્તો કરી રહ્યા છે.

ધરતી ચીરીને અહીંયા હનુમાન દાદા બહાર નીકળ્યા હોવાના કારણે તેમને ભૂફોડ બજરંગબલીના નામથી ઓળખવામાં આવે છે. આ  મંદિરની પ્રસિદ્ધિ જોતા મંદિર સમિતિ અને ભક્તો તેને પ્રવાસન સ્થળ બનાવવાની માંગણી પણ કરી રહ્યા છે.

આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં જે પણ કોઈ સાચા મનથી પ્રાર્થના કરે છે અને માનતા રાખે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જેના કારણે લોકોની આસ્થામાં પણ વધારો થઇ રહ્યો છે. આ મંદિરને ભવ્ય રૂપ આપવામાં માટે દાતાઓ અને સહયોગીઓ દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ ઐતિહાસિક મંદિરને લઈને ઘણા દાવા પણ કરવામાં આવ્યા છે. લોકોનો દાવો છે કે આ મંદિર 400 વર્ષ જૂનું છે. મંદિરની વાસ્તવિક સ્થિતિ કઈ સદીની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા દિવસે દિવસે વધતી રહે છે.

આ મંદિરમાં દરેક મહાશિવરાત્રી ઉપર મેળો ભરાય છે. બે વર્ષથી કોરોનાના કારણે અહીંયા કોઈ આયોજન કરવામાં નથી આવ્યું. જોકે દાન દાતાઓના સહયોગથી અહીંયા ભવ્ય શિવલિંગ અને ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વર્ષે કોરોનાના કારણે મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોના કાળ પહેલા મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી.