જ્યારે ઘરમાં દેખાય આ ચાર મોટા સંકેત, સમજી લો કે મા લક્ષ્મી નારાજ થઇ ગઈ છે

ઘણીવાર લોકોના જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે બધું ઉલટું થવા લાગતું હોય છે અને બનેલા કામ પણ બગડવા લાગતા હોય છે. તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી તમારા પર નારાજ થઇ ગઈ છે. જો કે અમુક એવા સંકેતો પણ જોવા મળે છે જેનાથી એ જાણી શકાય છે કે માં લક્ષ્મી તમારા પર નારાજ થવાની છે.

આવો તો જાણીએ આ સંકેતો વિશે જેથી આપણે તેને પહેલાથી જ ઠીક કરી શકીએ અને માં લક્ષ્મીને નારાજ થતી અટકાવી શકીએ.

જે ઘરમાં પતિ-પત્ની, પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે તેવા ઘરમાં માં લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે. માટે બને ત્યાં સુધી આવા ઝઘડાને તરતર જ અટકાવી દો જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.

ઘરમાં આવનારા કોઇપણ મહેમાનનો અનાદર કે પછી કોઈ વડીલ કે વૃદ્ધનુ અપમાન કરવું માં લક્ષ્મીને ઘરેથી ચાલ્યા જવા માટે પ્રેરિત કરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં અન્નનું અપમાન થાય છે કે પછી જે ઘરમાં એઠું ભોજન રાખવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે તેવા ઘરમાં માં લક્ષ્મી એક મિનિટ પણ નથી રોકાતા.

આ સિવાય જો તમારા ઘરમાં કોઈ દિવ્યાંગ કે અશક્ત ભિક્ષા માંગવા આવે તો તેને ચોક્કસ કંઈક દાન આપો, તેને દાન ન આપવું માં લક્ષ્મીનો તમારા ઘરમાંથી ટૂંક સમયમાં જ ચાલ્યા જવાનો સંકેત આપે છે.

Team Dharmik