આ મંત્રોથી કોઈપણ વ્યક્તિ બની શકે છે કરોડપતિ

વેદ-પુરાણો-શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ માટેના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, આ ઉપાયોથી ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરીને વ્યક્તિ ધનવાન બની શકે છે. શાસ્ત્રોમાં અમુક એવા જ મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી નહિ શકે. આવો તો જાણીએ આ મંત્ર વિશે

1.આર્થિક સ્થિતિ સુધારવા માટેનો મંત્ર:
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પૂરતું ભોજન મળવાથી પણ વંચિત છે તેના માટે શ્રીકૃષ્ણ મંત્ર પ્રદાન કરવામાં આવ્યો છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે. ધનની કામના કરવા માટે વ્યક્તિએ નિરંતર આ મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઈએ.

મંત્ર- गोवल्लभाय स्वाहा

2. કરોડપતિ બનવા માટેનો મંત્ર:
ઓછા સમયમાં કરોડપતિ બનવા માંગો છો તો તમે શ્રીકૃષ્ણનો એક અન્ય મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્ર તમારા કરોડપતિ બનવાનો માર્ગ ખુલ્લો કરે છે. આ મંત્ર ભગવાન કૃષ્ણનો સપ્તદશાક્ષર મંત્ર છે. આ મંત્રનો પાંચ લાખ વાર જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે.

મંત્ર-ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा।

3. કર્જ, રોજગાર અને પ્રમોશન માટે:
એવા લોકો જે કર્જ, બેરોજગારી અને પ્રમોશનની સમસ્યાથી ચિંતિત થઇ રહ્યા છે તેઓને ભગવાન શિવનો આ મંત્ર મદદરૂપ થઇ શકે છે. આ મંત્રનો 1008 વાર જાપ કરવો જોઈએ.

મંત્ર- ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा

4. કુબેર મંત્ર:
માન્યતાના આધારે ધનકુબેરના મંત્રનો જાપ કરતી વખતે તમારી સામે ધનલક્ષ્મી કૌડી પણ રાખો. ત્રણ અઠવાડિયા સુધી પૂજા કર્યા પછી આ કૌડીને તમારી તિજોરીમાં મુકી દો. આવું કરવાથી કુબેર દેવની તમારા પર કૃપા થશે અને તમારી તિજોરી પૈસાથી છલોછલ રાખશે.

મંત્ર-ॐ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा

Team Dharmik