કરોડપતિ બનવા અને અપાર ધન કમાવવાના આ 4 સરળ ટોટકા, વાંચો અને આજમાઓ

સદીઓથી ચાલતી આવી રહેલી ભારતીય પરંપરામાં અમુક એવા સરળ ઉપાયોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવામાં કરોડપતિ બનવા માટે અને અપાર ધન મેળવવા માટે તમે નચે મુજબના ઉપાયો કરીને તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકશો.

1. કોઈપણ કાર્યમાં વારંવાર અસફળતા મળી રહી છે તો આ ઉપાય કરો:
રાઈના તેલમાં ઘઉંના લોટથી સાત પુવા, સાત આકડાના ફૂલ, સિંદૂર, લોટથી બનાવેલો રાઈના તેલનો દીવો, એરંડીના પાન પર રાખીને શનિવારની રાતે કોઈ ચાર રસ્તા પર રાખીને કહો કે-“હે મારા દુર્ભાગ્ય તને અહીં જ છોડીને જઈ રહ્યો છું કૃપા કરીને મારો પીછો ન કરો’. આ બધો સામાન રાખીને તમારે પાછી વળી જોવાનું નહીં રહે.

2. જો તમે અપાર ધન-સમૃદ્ધિ મેળવવા માગતા હોવ:
જેના માટે તમારે માટીના ઘડાને લાલ રંગથી રંગીને, તેના મુખ પર મૌલી(લાલ દોરો) બાંધી દો તથા તેમાં જટાયુક્ત નારિયેળ રાખીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ.

3. અટકેલા આર્થિક કાર્યોની સિદ્ધિ માટે:
તમારા ઘરે કે દુકાન પર ગણેશજીનું એવું ચિત્ર લગાવો જેમાં તેની સૂંઢ ડાબી બાજુએ વળેલી હોય, તેની આરાધના કરો. તેની સામે લવિંગ તથા સોપારી રાખો. ઘરની બહાર કામ પર જતી વખતે આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાવ. અન્ય પણ સોપારી અને લવિંગ અલગથી તમારી સાથે રાખો. કામ પર જતા પહેલા લવિંગ ચૂંસો થતા સોપારીને પાછી ગણેશજીની આગળ રાખી દો અને ‘जय गणेश काटो कलेश’। નો જાપ કરતા રહો.

4. કઠોર પરિશ્રમ કરવા છતાં પણ વ્યાપાર આગળ ન વધે તો કરો આ ઉપાય:
કોઈ ગુરુ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાના દિવસે સવારે લીલા રંગના કપડાની થેલી બનાવો. શ્રી ગણેશની છબી અથવા મૂર્તિની સામે સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. જેના પછી થેલીમાં 7 મગના દાણા, 10 ગ્રામ સાબૂત ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ, એક ચાંદીનો રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ રાખીને ડાબી બાજુ વળેલી સૂંઢ વાળા ગણપતિની સામે શુદ્ધ ઘી નો દીવો કરી અને લાડુનો ભોગ ચઢાવો. પછી આ થેલી તિજોરીમાં રાખી દો. એવું કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં તરત જ બદલાવ આવશે. એક વર્ષ પછી નવી થેલી રાખો આમ દરેક વર્ષે થેલીને બદલાવતા રહો.

Team Dharmik