નવરાત્રીના દિવસોમાં કરો આમાંથી કોઈ એક ઉપાય, થશે અપાર ધનની પ્રાપ્તિ

દેવી પુરાણોના આધારે દરેક વર્ષે 4 નવરાત્ર આવે છે. જેમાંની બે ચૈત્ર માસ અને આશ્વિન માસની માનવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ નવરાત્રી શરૂ થઇ રહી છે. એવામાં આ દિસવોમાં 20 વર્ષો પછી મહા સંયોગ બની રહ્યો છે.

આ દિવસોમાં માં દુર્ગા જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. આ દિવસોમાં અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાય છે, અને અપાર ધન પ્રાપ્તિ થાય છે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે જેમાંનો કોઈએક ઉપાય કરી લેવાથી તમારૂ જીવન ધન્ય થઇ જશે.

1. જો તમે મકાન ખરીદવા કે બનાવવા માંગો છો તો નવરાત્રીના દિવસોમાં ચોકલેટી રંગના કપડામાં લાલ સિંદૂર, 18 લવિંગ, 9 ચાંદલા, 3 મુઠ્ઠી માટી અને 9 કોડીઓ મૂકીને નદીમાં વિસર્જિત કરી દો. માતાની કૃપાથી તમે જલ્દી જ મકાનની ખરીદારી કરી શકશો.

2. એક માટીના બનેલા માટલામાં દૂધ, ઘી, ખાંડ, મિશ્રી, કપૂર અને મધ નાખીને તે હાંડીને ઘરના પશ્ચિમ દિશામાં રાખો, હાંડીમાં ચારે બાજુ ચાર લીંબુ રાખી દો. તેની સામે દુર્ગા નિર્વાણ મંત્રનો જાપ 21 વાર કરો અને આજે જ તે માટલાને નદી કે તળાવના કિનારા પર જમીનમાં દાંટી દો. લીંબુઓને પણ ચારે તરફ માટીમાં દાંટી દો. આવું કરવાથી તમને માતાનો આશીર્વાદ મળશે અને તમે જલ્દી જ જમીનની ખરીદારી કરી શકશો.

3. જો તમે વાહનની ખરીદારી કરવા માંગતા હોવ તો એક સાદો કાગળ લો અને તેને પૂજા સ્થાન પર લગાવી દો. આ કાગળની વચ્ચે લાલ રંગથી એક ત્રિકોણ બનાવો અને ત્રિકોણમાં તમારા ઈચ્છીત વાહનની કલ્પના કરતા નિર્માણ મંત્ર તે કાગળની સામે બેસીને રોજ વાંચો. મંત્ર જાપના અંતમાં 9 લવિંગ અને એક કપૂર માતાજીની સામે સળગાવો. નવરાત્રીના નવમા દિવસે નવે નવ કાગળ લઈને માતાજીના મંદિરમાં ચઢાવી દો. આવું કરવાથી તમને માતાજીની કૃપા પ્રાપ્ત થશે અને ઈચ્છીત વાહનની ખરીદારી કરી શકશો.

Team Dharmik