આ 3 ઘરેલુ ઉપાયોથી રાતોરાત ગાયબ થઇ જશે ગંદા મસ્સા

મસ્સા એક એવી સમસ્યા છે જે કોઇપણની સુંદરતામાં દાગ લગાવવાનું કામ કરે છે. મસ્સાને દૂર કરવા માટે લોકો જાતજાતની મેડિકલ ટ્રીટમેન્ટ કે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતા હોય છે. જો કે ઘણીવાર આવા પ્રયોગોની સાઇડ ઇફેક્ટ પણ થઇ જતી હોય છે.

મસ્સા હોવાનું મુખ્ય કારણ હ્યુમન પૈપીલ્લોમાં વાઇરસ છે જે સામાન્ય રીતે પીગ્મેન્ટ કોશિકાઓનો જૂથ હોય છે. મોટાભાગે મસ્સા દેખાવમાં કાળા કે ભૂરા રંગના હોય છે. જેનો સમય પર ઉપચાર ન લેવા પર આગળ જતા તે કેન્સર જેવી ભયાનક બીમારીનું સ્વરૂપ લઇ શકે છે. એવામાં તમને એવા ઘરેલું નુસ્ખાઓ વિશે જણાવીશું જેનાથી મસ્સાને કોઈપણ જાતની સાઈડ ઇફેક્ટ વગર સહેલાઈથી દૂર કરી શકાશે.

1. કેળા:
કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ હોય છે, જે મસ્સાને દૂર કરવામાં મદદ કરે છે. કેળાની છાલને મસ્સા ઉપર પુરી રાત સુધી લગાવી રાખો. અમુક દિવસો સુધી આ ઉપાય કરવાથી તમને મસ્સામાં ફર્ક દેખાવા લાગશે અને ધીમે ધીમે મસ્સા જડમૂળમાંથી ગાયબ થઇ જશે.

2. ઘી-ચૂનો:
મસ્સાને દૂર કરવા માટે ચૂનો અને ઘી સમાન માત્રામાં મિક્સ કરીને મસ્સા પર લગાવવાથી તે જડમૂળમાંથી ગાયબ થઇ જશે.

3. બટેટા:
બટેટાને છીણીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને મસ્સા પર લગાવો. આ ઉપાયથી મસ્સા જલ્દી જ જડમૂળમાંથી ગાયબ થઇ જશે.

Team Dharmik