Dharm

આ 3 મંત્રોનો કરો જાપ, થશે કરોડપતિ બનવાની રાહ સરળ

ધર્મશાસ્ત્રોમાં વ્યક્તિની દરેક સમસ્યાઓનું નિવારણ જણાવવામાં આવ્યું છે. ધનની ખામી એક એવા પ્રકારની ખામી છે જે વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓ આપે છે. એવામાં શાસ્ત્રોમાં જણાવેલા અમુક મંત્રોના જાપથી તમારી દરેક મુશ્કિલો દૂર થઇ જશે અને તમે જલ્દી જ ધનવાન બની જશો.

મંત્રોના ઉચ્ચારણ અને ધ્વનિથી ઉત્પન્ન થતા કંપન શરીરમાં એવા તરંગોનું પ્રવાહ કરે છે જે તમારા મગજને સકારાત્મક રૂપે પ્રભાવિત કરે છે અને તમે સકારાત્મક વિચાર કરવા લાગો છો. જેને લીધે તમારું મગજ યોગ્ય નિર્ણય લઇ શકે છે અને તમે તમારા લક્ષ્યમાં સફળતા મેળવી શકો છો. આવો તો જાણીએ આ મંત્રો વિશે

1. गोवल्लभाय स्वाहा
મંત્ર શાસ્ત્રોમાં આ 7 અક્ષર વાળા શ્રીકૃષ્ણનો મંત્રજાપ ધનપ્રાપ્તિ માટે અદ્દભુત માનવામાં આવ્યો છે. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં એક એવો અવસર આવશે કે તમે જલ્દી જ ગરીબીના દિવસોથી મુક્ત થઇ જશો. આ મંત્રનો જાપ સવા લાખ વાર કરતા વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જલ્દી જ માલામાલ બની જશો.

2. ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा
શ્રીકૃષ્ણના આ મંત્રને સપ્તદશાક્ષર મહામંત્ર કહેવામાં આવ્યો છે. ધનલાભ આપવામાં આ મંત્ર એટલો શક્તીશાળી છે કે તેનો જાપ કરતા જ વ્યક્તિ કરોડપતિ બની જાય છે. જો આ મંત્રનો જાપ 5 લાખ વાર કરવામાં આવે તો જ તેનું ફળ મળી શકે છે.

3. ॐ नम: शिवाय श्रीं प्रसादयति स्वाहा
ભગવાન શિવના આ મંત્રનો રોજ 1008 વાર જાપ કરવાથી કર્જથી મુક્તિ મળે છે. નિયમિત રૂપે આ મંત્રનો જાપ અમુક જ સમયમાં અસર દેખાવા લાગે છે અને વ્યક્તિ ખુબ જ જલ્દી કર્જમાંથી મુક્ત થઇ જાય છે. આ સિવાય ધનપ્રાપ્તિની રાહમાં આવતી બાધાઓ પણ દૂર થઇ જાય છે.