Dharm

ભક્તે રાખેલી દ્વારિકાધીશની માનતા પૂર્ણ થતા 450 કી.મી. દૂરથી 25 ગાયો સાથે કાળિયા ઠાકરના દર્શન કરવા ચાલીને આવ્યો ભક્ત, અડધી રાત્રે ખુલ્યા મંદિરના દ્વાર

માણસને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે અને એટલે જ મુશ્કેલીના સમયમાં હંમેશા માણસ સૌથી પહેલા ઈશ્વરને જ યાદ કરતો હોય છે. ઘણીવાર ભગવાન પણ તેમની પ્રાર્થના સ્વીકારે છે અને તેમને મુશ્કેલીમાંથી બહાર કાઢતા હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર જોવા મળી રહ્યો છે.

કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી કચ્છના મહાદેવભાઈ દેસાઈએ દેશમાં જયારે લંપી વાયરસનો કહેર ચાલી રહ્યો હતો અને આ વાયરસની ચપેટમાં આવીને ગાય માતા મોતને ભેટી રહ્યં હતા ત્યારે મહાદેવભાઈએ માનતા રાખી કે જો તેમની ગાયો આ વાયરસથી દૂર રહે અને તેમના કઈ ના થાય તો તે પોતાની ગાયો સાથે દ્વારિકાધીશના દર્શન કરવા માટે ચાલીને જશે.

દ્વારિકાના નાથ કાળિયા ઠાકરે મહાદેવભાઈની વિનંતી સ્વીકારી અને તેમની ગાયો કે તેમના વાછરડાને કંઈપણ ના થયું અને પછી તેમને પોતાની માનતા પૂર્ણ કરવાનું નક્કી નકર્યું. મેડક બેટથી 450 કી.મી દ્વારિકાનું અંતર 25 ગાયો અને 5 ગોવાળને લઈને પગપાળા જ કાપ્યું. ગાયો પણ અત્યાર સુધી ત્યાં પગદંડી રસ્તા પર ચાલતી હતી અને હવે દ્વારિકા આવવા માટે પાક્કા રોડ પર ચાલવા લાગી.

મહાદેવભાઈ અને તમેની ગાયો લગભગ 17 દિવસ સુધી પગપાળા સફર કરીને દ્વારિકા આવી પહોંચ્યા. ઇતિહાસમાં આવી કોઈ પ્રથમ ઘટના હશે જેમાં આટલી બધી ગાયો એકસાથે દ્વારિકાનાથના દર્શન કરવા માટે આવી પહોંચી હોય. ત્યારે હવે પ્રશ્ન એ પણ હતો કે દિવસે નિજ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે આટલી બધી ગાયોને એકસાથે મંદિરમાં દર્શન કરવા કેવી રીતે લઇ જઈ શકાય ?

ભક્તિ સાચી હોય તો ભગવાન પણ સામે ચાલીને મળે. એમ મહાદેવભાઈ અને તેમની ગાયો માટે ઇતિહાસમાં પહેલીવાર દ્વારિકા મંદિરના કમાડ અડધી રાત્રે પણ ખુલ્યા અને 25 ગાયો સાથે મહાદેવ ભાઈએ પણ કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર દ્વારા પણ આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત પણ કર્યા હતા.