જન્મથી લઇને 18 વર્ષ સુધી જે તકલીફોનો સામનો કરી રહી હતી દીકરી એ વિશ્વાસી મેલડીની કૃપાથી 1 મહીનામાં થઇ ગઇ ઠીક

માઁ વિશ્વાસી મેલડીની કૃપા તેમના ભક્તો પર અવશ્ય બની રહે છે. તેમણે તેમના ઘણા ભક્તોને સાક્ષાત પરચો આપ્યો છે. ત્યારે આને સાચી ઠેરવતી ઘટના એક દીકરીમાં જોવા મળે છે. એક દીકરી કે જેનું નામ સાક્ષી છે તેને લગભગ 18 વર્ષથી જમવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના પિતા દ્વારા તેની આ તકલીફ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પંરતુ તેની તકલીફ ઓછી થઇ ન હતી.

પરેશભાઇ નામે એક વ્યક્તિનો પરિવાર ઘણા વર્ષોથી મુંબઇમાં રહી રહ્યો હતો. વિશ્વાસી મેલડીના તેઓ પહેલાથી ભક્ત હતા. તેમના એક મિત્રની દીકરી છે જેનું નામ સાક્ષી છે તેને 18 વર્ષથી એટલે કે જન્મથી ખાવામાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના પિતા મુંબઇની દરેક હોસ્પિટલમાં તેની સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે તેમ છત્તાં પણ તેની તકલીફ ઓછી થઇ ન હતી.

ત્યારે ત્યારે પરેશ ભાઈને આ વાતની જાણ થઇ તો તેમણે વિશ્વાસી મેલડીની બાધા રાખવા માટે તેમના મિત્રને જણાવ્યુ. સાક્ષીના પિતાએ વિશ્વાસી મેલડીની બાધા રાખી દીધી અને બાધા રાખ્યાના 1 મહિના બાદ 18 વર્ષથી થતી તકલીફ દૂર થઇ ગઈ. આ વાતની જાણ પરિવારને થતા તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને માઁ વિશ્વાસી મેલડીનો ખુબ જ આભાર માન્યો. આખો પરિવાર મુંબઈથી દીકરીને લઈને મા ની બાધા કરવા માટે આખો પરિવાર પહોંચ્યો હતો.

Team Dharmik