સંતાકૂકડી રમતા રમતા 16 વર્ષની દીકરીએ બિલ્ડીંગની બારીમાંથી ડોકિયું કાઢ્યું અને ઉપરથી જ લિફ્ટ આવતા જ…. રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

બિલ્ડિંગમાં રહેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બારીની બહાર ડોક્યું કાઢ્યું અને 16 વર્ષની કુમળા ફૂલ જેવી દીકરીને મોત ભરખી ગયું

સંગામડાની અંદર બાળકોને રમવા માટે ખુલ્લી જગ્યા મળતી હોય છે પરંતુ શહેરોમાં બાળકોને બિલ્ડિંગમાં જ રમવું પડતું હોય છે અને તેમાં પણ મેગા સીટીમાં તો બિલ્ડિંગમાં પણ રમવું જોખમકારક સાબિત થતું હોય છે. ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને વાલીઓમાં પણ ફફડાટ પેદા થઇ જતો હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં રમતા રમતા જ એક 16 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

આ મામલો સામે આવ્યો છે મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી. જ્યાં કેટલાક બાળકો સંતાકૂકડીની રમત રમી હત્યા ત્યારે જ પોતાના ડાંડાઈને ત્યાં રહેવા માટે આવેલી 16 વર્ષની રેશમા ખારાવી પોતાના મિત્રોને શોધવા માટે એક બારીમાંથી ડોકિયું બહાર કાઢીને જોયું, આ બારી સીધી લિફ્ટમાં ખુલતી હતી. જેવું જ તેને માથું નાખ્યું કે ઉપરથી લિફ્ટ આવી ગઈ અને તેના માથા પર પડતા જ તેનું મોત નીપજ્યું હતું.

આ મામલે કિશોરીના પરિવારજનોએ અધિકારીઓ પર લાપરવાહી રાખવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આ મામલાની ફરિયાદ પણ પોલીસમાં કરી છે. પોલીસે પણ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. બે લોકોની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. રેશ્માનો પરિવાર મુંબઈના સાઠે નગરમાં રહે છે અને તે દિવાળી મનાવવા માટે પોતાના દાદીના ઘરે આવી હતી. દાદી માનખુર્દની આ બિલ્ડિંગમાં પાંચમા માળ પર રહે છે. મૃતકના પિતાનું કહેવું છે કે હાઉસિંગ સોસાયટીના અધિકારીઓએ આવી દુર્ઘટનાથી બચવા માટે બારીઓમાં કાચ લગાવી દેવા જોઈએ.

Dharmik Duniya Team