શનિદેવની ખરાબ નજરથી છુટકારો મેળવવો છે…તો આજે જરૂર કરો શનિના 10 નામનો જાપ

હિન્દૂ ધર્મ ગ્રંથ અનુસાર, શનિદેવ નસીબથી ઘણી બનાવનાર દેવતા છે. શનિદેવ દંડ આપનાર જ દેવતા નથી પરંતુ કર્મયોગી પણ છે. માનવામાં આવે છે કે કોઈ પણ પુરુષાર્થી વ્યક્તિથી શનિ દેવ પ્રસન્ન થઇ જાય છે. શનિદેવની કૃપા માટે શનિવારના રોજ પૂજા, વ્રત, દાનનાધાર્મિક ઉપાયોમાં શાસ્ત્રોના પણ ઉપાય છે. જે ખાસ કરીને જલ્દી કામ કરતા લોકો ઓછા સમયમાં જલ્દીથી કામ પૂરું કરી લે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ કકુંડલીમાં બળવાન શનિદેવને ભાગ્યવિધાતા માનવામાં આવે છે. શનિને પ્રસન્ન કરીને દુર્ભાગ્યથી બચવા માટેનો આસાન ઉપાય પૈકીનો એક છે શનિના નામનો મંત્રો બોલવો.

માન્યતા છે કે, શનિદેવના આ નામના મંત્રનો જાપ કરવાથી શનિની પીડા દૂર થવાની સાથે-સાથે સારું સ્વાસ્થ્ય, ધન દોલત, વિદ્યા, બળ અને પરાક્રમ, સૌભાગ્ય જેવી બધી કામનાઓ પુરી કરે છે.

આ 10 નામના મંત્રનું ધ્યાન અથવા જાપ શનિ મંદિર અથવા તો શિવલિંગ સ્વરૂપમાં બિરાજમાન શનિદેવના મંદિરમાં કરો. આ નામનો જો દરરોજ જાપ કરવામાં આવે તો શનિદેવ તેના ભક્તની બધી જ પરેશાની દૂર કરી દે છે.

આ 10 નામ આ પ્રકારે છે.
કોળસ્થ પિંગલો બ્રભુઃ કૃષ્ણો રૌદ્રોન્તકો યમઃ! સૌરી: શનૈશ્વરો મંદ: પિપ્પલાદેન સંસ્તુતઃ

અર્થાત 1. કોળસ્થ, 2. પિંગલ, 3. બ્રભુઃ 4.કૃષ્ણ, 5.રૌદ્રોન્તક, 6. યમ , 7. સૌરી, 8.શનૈશ્વર, 9. મંદ અને 10 પિપ્પલાદ. આ દસ નામથી શનિદેવનું સ્મરણ કરવાથી શનિદોષ દૂર થાય છે.

Team Dharmik