નોકરી ચાલી જાય કે પછી ધંધામાં ભલે મંદી આવી જાય, આ મા-દીકરી પાસે છે એવી તકનીક કે તમને અમીર બનાવી દેશે

કોરોના વાયરસના કારણે ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી બેઠા છે. ત્યારે ઘણા લોકોએ આ પરિસ્થિતથી પહોંચી વાળવા માટે અવનવા રસ્તા પણ શોધ્યા છે. અને જેના દ્વારા તેઓ હાલમાં નોકરી કરતા પણ વધારેની કમાણી કરી શકે છે.ઘણા લોકો હજુ પણ કોઈ આવી તકની શોધમાં છે જેના દ્વારા આ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકાય.

આજે અમે તમને એવા જ એક મા-દીકરી વિશે જણાવીશું, જેમની પાસે એક એવી તકનીક છે કે નોકરી ચાલી જાય અથવા ધંધામાં મંદી આવી જાય તો પણ કોઈ વાંધો નથી આવતો અને તેમની તકનીક દ્વારા તમે અમીર બની શકો છો.

ઝારખંડના એક ગામ કુમ્હરિયામાં રહેતા અનામિકા દેવી અને તમેની દીકરીએ એક અવનવી પદ્ધત્તિ અપનાવીને ખેતી કરી અને આજે તે ઘણી જ મોટી કમાણી કરી રહ્યા છે. અનામિકા દેવીના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેમની પાસે બે ટંક ખાવા માટેના પૈસા પણ નહોતા. પરંતુ આજે તે ઘણી જ સારી કમાણી કરી રહ્યા છે.

આ દરમિયાન જ ઝારખંડમાં ચાલતા એક આજીવિકા મિશનમાં અનામિકા દેવી જોડાયા અને ખેતી કરવાની નવી રીત વિશે શીખ્યા. આ મિશનમાં મળેલી પ્રેરણાથી તેમને પોતાની ખેતી કરવાની રીત જ બદલી નાખી. આ કામની અંદર તેમની દીકરીએ પણ ભરપૂર સાત આપ્યો. અને આજે આસપાસના વિસ્તારો માટે આ મા-દીકરી આદર્શ બની ગયા છે. લોકો આજે તેમની પાસેથી પ્રેરણા લઇ રહ્યા છે.

અનામિકા દેવીએ ટપક સિંચાઈ દ્વારા ખેતી કરવાની શરૂઆત કરી અને પોતાના ખેતરની અંદર વિવિધ શાકભાજી ઉગાવવાનું શરૂ કર્યું. તેમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત મળેલા 2000 રૂપિયા દ્વારા તેમને આ કામને આગળ વધાર્યું હતું.

તેમની દીકરી સુજાતા પણ જણાવે છે કે આ નવી ટેક્નોલોજીના માધ્યમથી ખેતી કરવી ખુબ જ સારી રહી અને મબલખ નફો પણ મળી રહ્યો છે. આ કામની અંદર સુજાતાનો પતિ પણ જોડાયેલો છે. તે બજારની અંદર જઈને શાકભાજી તેમજ ફળોનું વેચાણ કરે છે.

Dharmik Duniya Team