7 વાતો જેને લીધે પતિને દગો આપે છે મહિલાઓ

ગમે તેવી સંસ્કારી પરણેલી સ્ત્રીઓ પણ પોતાના પતિદેવને આપે છે આ દગો, દરેક પુરુષો આ જરૂર વાંચે

મોટાભાગે દગો આપવાની વાતને પુરુષો સાથે જોડીને જ જોવામાં આવે છે, માનવામાં આવે છે કે પ્રેમમાં દગો માત્ર પુરુષો જ આપે છે પણ ઘણીવાર અમુક બાબતોને લીધે મહિલાઓ પણ પુરુષોને દગો આપે છે અને તે પરપુરુષ પ્રત્યે આકર્ષાઈ છે. આવો તો જાણીએ કે આખરે એવું તે મહિલાઓ સાથે શું બને છે કે તે પોતાના પાર્ટનરને દગો આપવા માટે મજબુર બની જાય છે.

1. જ્યારે મહિલાઓને પોતાના પાર્ટનર તરફથી તે મહત્વ અને પોતાનાપણું ન મળે જેની તેણે અપેક્ષા કરી હોય, ત્યારે તેને અન્ય પુરુષ વિશેના વિચારો આવવા લાગે છે, અને પાર્ટનરને દગો આપે છે.

2. જ્યારે લગ્ન પછી મહિલાઓને ઘરેલુ હિંસાનો સામનો કરવો પડતો હોય અને રોજ ઝઘડો થતો હોય તેવા ઘરમાં એક મહિલા ક્યારેય ખુશ નથી રહી શકતી. એવામાં જ્યારે આવી સ્થતિમાં પતિ તરફથી કોઈ સાથ કે માન-સન્માન ન મળે ત્યારે તે અન્ય પાર્ટનરની તલાશમાં નીકડી પડે છે.

3. જ્યારે કોઈ મહિલાને પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધમાં સંતુષ્ટિ ન મળતી હોય ત્યારે તેના પરપુરુષ પ્રત્યે આકર્ષવાની સંભાવના બની જાય છે. અને જલ્દી જ તે અન્ય પુરુષોની નજીક આવી જાય છે.

4. અમુક મહિલાઓ પોતાના પાર્ટનરને છોડીને અન્ય પુરુષ પાસે એટલા માટે જાય છે કેમ કે તેને પોતાના પાર્ટનર સાથે રહેવામાં કંટાળો અનુભવવા લાગ્યો હોય. એવામાં જીવનમાં કંઈક નવું કરવાના હેતુથી મહિલાઓ પોતાના પાર્ટનરને દગો આપે છે.

5. લગ્ન પછી પણ પોતાના પ્રેમીને ન ભુલવાને લીધે પણ તે દગો આપી દે છે. એવા ઘણા કિસ્સાઓ પણ જોવા મળે છે કે જ્યારે એક મહિલા લગ્ન પછી પણ પ્રેમીને ન ભુલવાને લીધે પતિને દગો આપીને પ્રેમી સાથે ભાગી જાય છે.

6. અમુક મહિલાઓને લગ્ન પછી પોતાના પાર્ટનર પર બિલકુલ પણ વિશ્વાસ નથી હોતો, અને તે કોઈપણ કારણ કારણ વગર જ તેના પર શક કરવા લાગે છે. મહિલાઓ ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેની સાથે બધી જ વાતો શેર કરે, પણ આવું ન થવા પર મહિલાનો પાર્ટનર પ્રત્યેનો વિશ્વાસ જ ઉઠી જાય છે અને પતિને દગો આપી દે છે.

7. ઘણીવાર પુરુષો મહિલાઓની શારીરિક બનાવટ પર વાતો સંભળાવતા રહેતા હોય છે, જેમ કે તારું ફિગર તેના જેવું નથી, તારો રંગ આવો છે અને તું પેલી જેવી નથી વગેરે…આવી વાતો મહિલાને બિલકુલ પણ પસંદ નથી આવતી અને આવા પુરુષોથી તે દુરી બનાવી લે છે અને ધીમે ધીમે પરપુરુષ પ્રત્યે આકર્ષાય જાય છે.

Team Dharmik