મહિલાઓ ખાસ સાંભળો: આ રીતે પોતું કરવાથી ઘરમાં કરો, ગરીબી દૂર થશે પૈસાદાર બનશો, પોતું કરવાના પાણીમાં ઉમેરી દો આ ચીજ

ઘરમાં પોતુ લગાવવા દરમિયાન એક ઉપાય કરવાથી ધનની દેવી મહાલક્ષ્મી દોડીને આવશે. મહાલક્ષ્મીનો વાસ તે ઘરમાં હોય છે જ્યાં પોતું લગાવતા સમયે અમુક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. જણાવી દઈએ કે ઘણા લોકો જાણતા-અજાણતા પોતું લગાવતા સમયે કેટલીક એવી ભુલો કરે છે, જેના કારણે ઘરમાં ગરીબી પોતાનું ઘર બનાવી લે છે અને ધનની આવક થતી નથી. આ માટે પોતું લગાવતા સમયે પાણીમાં અમુક એવી વસ્તુ ઉમેરવી જોઈએ, જેનાથી ઘરમાં લક્ષ્મીનો વરસાદ થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતું ક્યારેય બપોરના 12 વાગ્યા બાદ લગાવવું ન જોઇએ.

કારણ કે આ સમયે ઘરમાં સાફ-સફાઈ કરવી અશુભ માનવામાં આવે છે. જો તમે ધન પ્રાપ્તિ કરવા માંગો છો તો ઘરમાં સવારના સમયે પોતે કરવું જોઈએ. આવું કરવાથી તમને સકારાત્મક પરિણામો મળે છે અને પૈસાની આવકના નવા સ્ત્રોત મળે છે. સવારના સમયે લક્ષ્મીનું આગમન થાય છે, અને આ માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. જ્યારે ઘરમાં પોતુ મારો ત્યારે થોડા લીમડાનાં પાન લઇ, તેને કોઈ વાસણમાં પાણી સાથે ગરમ કરો.

જ્યારે પાણી નીકળી જાય તો પાનને ફેંકી દો અને તે પાણીમાંથી એક ગ્લાસ પાણી લઈને પોતું કરવાની ડોલમાં ઉમેરી દો અને ત્યાર બાદ ઘરમાં પોતુ લગાવો. જો તમે એક સપ્તાહ સુધી આ કાર્ય કરશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને ઘરમાં રહેલી ભયંકર ભયંકર બીમારીઓ પણ દુર થઈ જશે. ઘરનો કોઈ પણ બાળક અથવા કોઈપણ વૃદ્ધ વ્યક્તિ ક્યારેય બીમાર પડશે નહીં. લીમડાના પાનમાં હજાર ગણી શક્તિ મળી આવે છે,

જે કીટાણુઓનો નાશ કરે છે અને નકારાત્મક ઊર્જા ઘરમાં ભટકતી પણ નથી. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર સપ્તાહમાં એક દિવસ ગુરુવારનાં દિવસે પોતું ન લગાવવું જોઈએ. ઘરના ઉત્તર-પુર્વ દિશા એટલે કે ઈશાન કોણ નો કારક ગુરુ ગ્રહ છે. ઘરની આ દિશામાં પોતું લગાવવાથી ગુરુ ગ્રહ અશુભ બને છે. જેનાથી વ્યક્તિને નસીબનો સાથ મળતો નથી. એટલા માટે ગુરૂવારના દિવસે પોતું લગાવવાથી બચવું જોઈએ.

Team Dharmik