મુસ્લિમ છોકરા સાથે લગ્ન નથી કરવા માંગતી ઉર્ફી જાવેદ, જણાવ્યુ કારણ

બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેની ફેશન સેંસને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. ચાહકોને તેની ડ્રેસિંગ સ્ટાઇલ પસંદ આવે છે તો ઘણીવાર તેને તેના કપડાને કારણે લોકો ટ્રોલ પણ કરે છે. ઉર્ફી જાવેદ બિગબોસ ઓટીટીમાંથી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા સેન્સેશનની સાથે સાથે ફેશન ડીવા પણ બની ચૂકી છે. ઉર્ફીના બોલ્ડ અને અતરંગી આઉટફિટ્સ સોશિયલ મીડિયા પર છવાતા રહે છે. ઉર્ફીની પોપ્યુલારિટીનું પૂરુ ક્રેડિટ તેના કપડા અને ડ્રેસિંગ સેન્સને જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

ઉર્ફીએ ટ્રોલિંગથી લઇને તેના મેરેજ પ્લાન્સ અને લવ લાઇફને લઇને ઘણી દિલચસ્પ વાતો જણાવી. ઉર્ફીએ જણાવ્યુ કે, તે ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહિ કરે. ઉર્ફી જાવેદનું કહેવુ છે કે જ્યારે પણ તે બોલ્ડ લુકમાં નજર આવે છે, તો તેનો સમાજ તેને અસ્વીકાર કરે છે કારણ કે ઇન્ડસ્ટ્રીમાં કોઇ ગોડફાધર પણ નથી અને સૌથી મોટી વાત એ છે કે તે મુસ્લિમ છે. ઇન્ડિયા ટુડે ડોટ ઇન સાથે વાતચીતમાં ઉર્ફીએ કહ્યુ કે, ‘હું મુસ્લિમ છોકરી છું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

સોશિયલ મીડિયા પર જ્યારે પણ લોકો મારા પર ગંદી કોમેન્ટ કરે છે તેમાં મોટાભાગના મુસ્લિમ લોકો હોય છે. તે લોકોને લાગે છે કે હું ઇસ્લામની છબીને કલંકિત કરી રહી છું. તેઓ મને ધિક્કારે છે કારણ કે મુસ્લિમ પુરુષો ઈચ્છે છે કે તેમની સ્ત્રીઓ ચોક્કસ રીતે વર્તે. ઉર્ફીએ વધુમાં કહ્યું, ‘તેઓ સમુદાયની તમામ મહિલાઓને નિયંત્રિત કરવા માંગે છે અને આ જ કારણ છે કે હું ઇસ્લામમાં વિશ્વાસ નથી રાખતી. મને ટ્રોલ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે હું એ રીતે વર્તતી નથી જે રીતે તેઓ મારી પાસેથી ધર્મ અનુસાર અપેક્ષા રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

જ્યારે ઉર્ફીને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય તેના સમુદાયની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરશે ? આ પર ઉર્ફીએ કહ્યું, ‘હું ક્યારેય મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરું. હું ઇસ્લામમાં માનતી નથી અને હું કોઈ ધર્મનું પાલન કરતી નથી, તેથી હું કોને પ્રેમ કરું છું તેની મને પરવા નથી. જેની સાથે હું ઈચ્છું તેની સાથે લગ્ન કરીશ. ઉર્ફી જાવેદનું કહેવું છે કે ધર્મને અનુસરવા માટે દબાણ ન કરવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદ કરવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે. તેણે કહ્યું, ‘મારા પિતા ખૂબ જ રૂઢિચુસ્ત વ્યક્તિ હતા.

જ્યારે હું 17 વર્ષની હતી, ત્યારે તેમણે મને અને મારા ભાઈ-બહેનોને મારી માતા પાસે છોડી દીધા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા છે, પરંતુ તેમણે ક્યારેય અમારા પર ધર્મ થોપ્યો નથી. મારા ભાઈઓ અને બહેનો ઈસ્લામનું પાલન કરે છે, પરંતુ હું નથી કરતી. તેમણે મને ક્યારેય ધર્મનું પાલન કરવા દબાણ કર્યું નથી અને આવું જ હોવું જોઈએ. તમે તમારી પત્ની અને બાળકો પર તમારો ધર્મ થોપી શકતા નથી. તે હૃદયમાંથી આવવું જોઈએ. જો આવું નહીં હોય તો ના તો તમે ખુશ રહેશો અને ના અલ્લાહ. ઉર્ફીએ આગળ કહ્યુ કે, હું ભગવદ ગીતા વાંચી રહી છું. હું હિંદુ ધર્મ વિશે વધુ જાણવા માંગુ છું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

Team Dharmik