ભાગ્યોદય કેવી રીતે થાય છે? શું ઉપાય કરવો?

દરેક વ્યક્તિને ક્યારેક તો એવું લાગે જ છે કે તે જેટલી મહેનત કરે છે તેના પ્રમાણે તેને પરિણામ નથી મળી રહ્યું. કામિયાબી મેળવવા વ્યક્તિ કઠોર પરિશ્રમ કરે છે પણ તરક્કી દૂર દૂર સુધી ક્યાંય પણ જોવા નથી મળતી. જ્યોતિષશાસ્ત્રમાં આવી પરિસ્થિને ભાગ્યનું કમજોર હોવું માનવામાં આવે છે.

વૈદિક જ્યોતિષમાં જન્મકુંડળીનું ‘નવમ ભાવ’ ભાગ્ય ભાવ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિનું  ભાગ્ય કેવું હશે, તે તેની કુંડળીના નમવા ભાવથી જોઈને જાણ લગાવી શકાય છે. જેના આધારે એ નક્કી થાય છે કે વ્યક્તિનું ભાગ્યોદય તેના આયુષ્યના ક્યાં વર્ષમાં હશે.

કુંડળીના નવમ ભાવથી ભાગ્યોદયની જાણ થાય છે પણ નવમ થી નવમ એટલે કે પંચમ ભાવ અને પંચમેશની સ્થિતિનું નિરીક્ષણ ધ્યાનપૂર્વક કરવું જોઈએ. જો નવમની સાથે પંચમ ભાવમાં પણ પાપ ગ્રહ હોય તો ભાગ્યોદયમાં બાધા કે અડચણ આવે છે. જો નવમ ભાવમાં બૃહસ્પતિ નીચેના સ્તરનુ થઈને પાપ ગ્રહોના પ્રભાવમાં છે તો ધન, વૈભવ, નોકરી, પતિ, પુત્રને લગતી સમસ્યાઓ આવે છે

કેવી રીતે દૂર કરવી ભાગ્યની બાધા:

1. સૌથી પહેલા તો જુઓ કે તમારી કુંડળીના નવમ ભાવમાં કયો ગ્રહ છે, તે ગ્રહની મજબૂતી અને પ્રસન્નતાના ઉપાય કરવાથી ભાગ્યોદયની બાધા દૂર થાય છે.

2. નમવ ભાવમાં બેઠેલા ગ્રહ જો શુભ છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર છે તો તે શુભ છે. પણ અશુભ ગ્રહો જેવા કે મંગળ, શુક્ર, શનિ, રાહુ, કેતુ હોય તો તેના ઉપાય બિલકુલ પણ ન કરો.

3. રુદ્રાક્ષની માળાથી રોજ સૂર્યોદયની સામે મોં કરીને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભાગ્ય પ્રબળ થાય છે.

4. સવારે ઉઠીને માતા-પિતા, ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરવાથી ભાગ્યોદય મજબૂત બને છે.

5.વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ આશ્રમ, અનાથાલયમાં સમય-સમય પર ભોજનની વસ્તુઓ, કપડા દાન કરતા રહો, જે ભાગ્યને મજબૂત બનાવે છે.

6. કોશિશ કરો કે સૂર્યાસ્ત પછી કોઈની પાસેથી પૈસા ઉધાર ન લો કે ન તો આપો.

7. અઠવાડિયામાં કોઈપણ એક દિવસે પોતાના ઇષ્ટ દેવના મંદરીમાં દર્શન કરવા માટે ચોક્કસ  જાઓ.

8. શિવજીનો અભિષેક રુદ્ર અષ્ટાધ્યાયી કરવાથી ભાગ્યની બાધાઓ દૂર થાય છે.

Team Dharmik

Leave a Reply