હંમેશા સારા લોકોને જ કેમ વધારે દુઃખ મળતું હોય છે ? ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો હતો આ વાતનો જવાબ, જાણો આવું કેમ થાય છે ?

હંમેશા સારા લોકોને જ કેમ વધારે દુઃખ મળતું હોય છે ? જાણો ભગવાન શ્રી કૃષ્ણએ શું જવાબ આપેલો

આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો રહેલા હોય છે, અને સારા લોકો જ આજે વધારે તકલીફ અને દુઃખો ભોગવતા હોય છે, અને ખરાબ લોકો જે છેતરપીંડી કરી, લોકોને તકલીફ પણ આપે છે એવા લોકો ખુબ જ સારું જીવન જીવતા હોય છે ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસ થાય કે સારા લોકોને જ કેમ વધારે દુઃખ મળે છે ? આ વાતનો જવાબ પણ આપણા શાસ્ત્રો પાસે છે, અને આ વાતનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આપે છે. તો ચાલો જાણીએ આ બાબતે ભગવાન શ્રી કૃષ્ણનું શું ક્હેવું છે ?

એક સમયની વાત છે જયારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે “હે વાસુદેવ માણસ બધાનું ભલું કરે છે, જે માણસ સારો હોય છે અને સદાય ધર્મના માર્ગ ઉપર ચાલે છે, તેને જ હંમેશા મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે ? હંમેશા તેની સાથે જ ખરાબ કેમ થાય છે ?” ભગવાન શ્રી કૃષ્ણએ તેમની આ વાતનો જવાબ ખુબ જ શાંતિથી અને હસતા ચેહેરે આપ્યો. શ્રી કૃષ્ણએ એક વાર્તા દ્વારા અર્જુનને આખી જ વાત સમજાવી.

ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે, “એક નગરમાં બે પુરુષો રહેતા હતા. એક વેપારી હતો અને તે ખુબ જ સારો માણસ હતો. ધર્મ અને નીતિનું પાલન કરતો હતોમ ભગવાનની ભક્તિ કરતો હતો અને મંદિર પણ જતો હતો. તે બધા જ પ્રકારના ખોટા કામથી પણ દૂર રહેતો હતો. તો બીજો વ્યક્તિ દુષ્ટ પ્રવૃત્તિનો હતો.  તે હંમેશા અનીતિ અને અધર્મનું કામ જ કરતો હતો. તે રોજ મંદિરની પાસેથી ચપ્પલ ચોરાવી લેતો, ખોટું બોલતો અને નશો પણ કરતો. એક દિવસ નગરની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને મંદિરમાં કોઈ નહોતું. તે જોઈને તે ખરાબ વ્યક્તિએ મંદિરની અંદર પૈસા ચોરી લીધા અને પૂજારી જુએ ના એમ તે મંદિરમાંથી ભાગી નીકળ્યો. થોડીવાર પછી જ્યારે વેપારી મંદિરમાં દર્શન કરવાના ઈરાદાથી આવ્યો તો તેના ઉપર ચોરી કરવાનો આરોપ લાગ્યો.

ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તેને ખરી ખોટી સંભળાવી. તેનું ખુબ જ અપમાન કરવામાં આવ્યું. જેમ તેમ કરીને તે મંદિરની બહાર નીકળ્યો અને બહાર આવતા જ એક ગાડીએ તેને ટક્કર મારી દીધી.  તે વેપારી ખરાબ રીતે ઘાયલ થઇ ગયો. તો બીજી તરફ પેલા દુષ્ટ વ્યક્તિને નોટોથી ભરેલી એક થેલી પણ હાથ લાગી અને તે માલામાલ બની ગયો. વેપારીએ પોતાના ઘરે જઈને ભગવાનની બધી જ તસવીરો કાઢી નાખી અને તે ભગવાનથી નારાજ થઇ ગયો. થોડા જ વર્ષો બાદ બંને મૃત્યુ પામ્યા.

બંને જયારે યમરાજની સામે આવ્યા ત્યારે તે વેપારીએ નારાજ સ્વરમાં યમરાજને પ્રશ્ન કર્યો કે હું તો હંમેશા સારા કર્મો કરું છું, તો પણ મને હંમેશા તકલીફો અને અપમાન જ મળ્યું છે અને આ ખરાબ વ્યક્તિને ખરાબ કામ કરવા છતાં પણ ધન મળ્યું છે આવું કેમ ? વેપારીના પ્રશ્નના જવાબમાં યમરાજે કહ્યું કે, “જે દિવસે તારો અકસ્માત થયો હતો, તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો. પરંતુ તારા સારા કર્મોના કારણે તારું મૃત્યુ એક નાની ચોટમાં જ બદલાઈ ગઈ. તો બીજી તરફ આ દુષ્ટ વ્યક્તિને રાજયોગ મળવાની સંભાવના હતી પરંતુ તે તેના ખરાબ કામના લીધે એક નાની ધનની પોટલીમાં બદલાઈ ગઈ.

આ કહાની સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો કે ભગવાન હંમેશા કોઈના કોઈ રૂપમાં જે કઈ આપે છે તે સમજી શકવું ખુબ જ મુશ્કેલ છે. પરંતુ એ નક્કી છે કે ભગવાન હંમેશા ખરાબ કર્મોનું ફળ જરૂર આપે છે. માટે માણસે તેના સારા કર્યો જ કરતા રહેવું સારા કાર્યોનું ફળ પણ તેને એક દિવસ મળતું જ હોય છે.

Dharmik Duniya Team