‘તારક મહેતા..’ની સંસ્કારી સોનુએ પેરી લીધી બિકિની, યુઝર્સ બોલ્યા બેટા પપ્પા ભીડે જોશે તો શું કહેશે, શરમ આવે છે

ટીવીનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આશોના બધા પાત્રો ચાહકોમાં પણ ઘણા લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમની એક્ટિંગ અને કોમેડી માટે એળખાય છે. ત્યાં આ શોના માત્ર દર્શકોનું મનોરંજન કરે છે, પરંતુ પાડોશીઓ હોવા છત્તાં પણ એક પરિવારની જેમ એક સાથે કેવી રીતે રહે છે, તે પણ શીખવે છે. આ શોમાં જેટલું જેઠાલાલનું પાત્ર લોકપ્રિય છે, તેટલી જ લોકપ્રિય શોની ટપ્પુ સેના છે.

 

View this post on Instagram

 

A post shared by Palakk Sindhwani (@palaksindhwani)

ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી એવી સોનુના પાત્રને પણ દર્શકો દ્વારા ઘણુ પસંદ કરવામાં આવે છે. આ પાત્રને અભિનેત્રી પલક સિધવાની નિભાવી રહી છે. પલક સિધવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સાથે સાથે વીડિયો પણ શેર કરતી રહે છે. પલકને હવે કોઇ ઓળખની જરૂર નથી. તેણે તેના લુક અને તેની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Palakk Sindhwani (@palaksindhwani)

પલક હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. તેણે તેની માસૂમિયત અને તેની મુસ્કાનથી લાખો દર્શકોનું દિલ જીત્યુ છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં પલક બીચ પર તેની સ્ટાઈલ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પલક સિધવાનીનો આ બીચ અવતાર તમારા દિલને ઘાયલ કરી દેશે.

આ તસવીરો જોઈને સમજી શકાય છે કે અભિનેત્રી વેકેશનની ખૂબ જ મજા માણી રહી છે. 24 વર્ષની પલકને આ સ્ટાઈલમાં જોઈને ઈન્ટરનેટ યુઝર્સને ખૂબ જ મજા આવી રહી છે. કેટલાક તો તેના ઓનસ્ક્રીન પિતા આત્મારામ તુકારામ ભીડેને તેના વિશે ફરિયાદ કરવાની ધમકી પણ આપી રહ્યા છે જ્યારે કેટલાક તેને મજા ન કરવાની સલાહ આપી રહ્યા છે. સોનુ એટલે કે પલકે તેની તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું, “અલબત્ત તે દુનિયામાં સંપૂર્ણ રીતે વાસ્તવિક હતી.”

 

View this post on Instagram

 

A post shared by Suket ♏ (@palak_my_lifeline)

પલકે બિકી ટોપ સાથે સ્કર્ટ કેરી કર્યુ છે. પલકની તસવીરો જોયા પછી, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “ભીડે અંકલને કહેવું પડશે કે તેમની છોકરી હાથમાંથી નીકળતી જઇ રહી છે.” અન્ય એક યુઝરે લખ્યું, “સોનુ બેટા મજા નથી આવતી.” પલકની તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “સોનુ બેટા તારી બોડી ન બતાવ. ત્યાંઅન્ય યુઝરે કમેન્ટ કરી, “આ ડ્રેસ અને લોકેશન પર આફત.”

 

View this post on Instagram

 

A post shared by Suket ♏ (@palak_my_lifeline)

એક યુઝરે લખ્યું કે, “આ તસવીર જોયા પછી ટપ્પુનું શું થયું હશે, બિચારો….” એક યુઝરે લખ્યું, “ભીડે દેખેગા તો ક્યા કહેગા, મેરી સોનુ ઐસી હૈ.” એક યુઝરે આશ્ચર્ય સાથે પૂછ્યું, “યે વહી તારક મહેતા વાલી સોનુ હૈ?” પલક સિધવાનીની વાત કરીએ તો, તે મધ્યપ્રદેશના નાના શહેર મનસાની રહેવાસી છે. અભિનેત્રી હોવા ઉપરાંત, તે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનારિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુની ભૂમિકા ભજવતા પહેલા, પલક ગૂગલ, ICICI બેંક અને અમૂલ જેવી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળી હતી. પલક સિધવાની એક ટ્રેન ક્લાસિકલ ડાન્સર પણ છે અને તેણે ઘણા પ્રોજેક્ટ્સના કાસ્ટિંગ માટે ડિરેક્ટર સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Palakk Sindhwani (@palaksindhwani)

Team Dharmik