તારક મહેતામાં એકદમ સીધા સાદા દેખાતા માધવી ભાભી તેમની રિયલ લાઈફમાં છે એકદમ હટકે, તસવીરો જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો

ટીવી પર દર્શકોનો મનપસંદ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોની પહેલી પસંદ છે, આજે પણ આ શો નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ હોંશે હોંશે જોતા હોય છે, ત્યારે આ શોના પાત્રો ને પણ દર્શકો ફોલો કરતા હોય છે અને તેમને પણ ખુબ જ પ્રેમ આપતા હોય છે. સાથે જ તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગતા હોય છે, શોની અંદર ઘણા એવા પાત્રો છે જે ધારાવાહિકમાં કૈક ઓર અને રિયલ લાઈફમાં કંઈક ઓર જોવા મળે છે.

એવું જ એક પાત્ર છે શોના માધવી ભાભીનું. જે શોમાં ગોકુલધામ સોસાયટીના ચેરમેન આત્મારામ ભીડેની પત્નીનું પાત્ર નિભાવી રહી છે. માધવી ભાભીનું અસલ નામ સોનાલિકા જોશી છે. શોની અંદર તમે માધવી ભાભીને એકદમ સામાન્ય લુકમાં જોશો. તે એક સામાન્ય મહિલાની જેમ સાડી પહેરે છે અને તેની બોલી પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

પરંતુ મઢવી ભાભી એટલે કે સોનાલિકા જોશી તેની રિયલ લાઈફમાં શોના પાત્ર કરતા સાવ અલગ છે. તે અસલ જીવનમાં ખુબ જ ગ્લેમરએસ છે અને તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની એક પછી એક શાનદાર તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે. જેમાં તે ધારાવાહિકના પાત્ર કરતા સાવ હટકે જોવા મળે છે.

માધવી ભાભીને તેના સોશિયલ મીડિયામાં ક્યારેક સાડીમાં તો ક્યારેક સૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ ચાહકોને જોવા મળે છે. સિમ્પલ લુક હોય કે વેસ્ટર્ન અવતાર, સોનાલીકા તેના દરેક લુકને શ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર છોડતી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની માધવી ભાભીની ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે.

તમને જણાવી દઈએ કે સોનાલિકા માત્ર એક અભિનેત્રી જ નથી પરંતુ તે એક બિઝનેસ વુમન પણ છે અને ડિઝાઇનિંગનું કામ પણ કરે છે જેનાથી તે ખૂબ પૈસા કમાય છે. સોનાલિકા જોશીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો તેની સ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. તે ખૂબ જ સ્ટાઇલિશ હોવાની સાથે ગ્લેમરસ પણ છે. ક્યારેક શોર્ટ ડ્રેસ પહેરીને તો ક્યારેક બોડીકોન આઉટફિટમાં સોનાલીકા ખૂબ પોઝ આપે છે અને તસવીરો ક્લિક કરાવે છે.

સોનાલિકા શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ સાથે જોડાયેલી છે અને તે પરિવારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે પોતાની મરાઠી સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. સોનાલિકાએ વર્ષ 2008માં આ શોથી ડેબ્યૂ કર્યું હતું અને આજે તે કોઈ પરિચય પર નિર્ભર નથી. સ્ટાઇલિશ અને બિઝનેસ વુમન હોવા ઉપરાંત તેને લક્ઝરી કારનો પણ શોખ છે. તેની પાસે એક કરતા વધુ વાહનોનું કલેક્શન છે.

Dharmik Duniya Team