કરીના કપૂરની મોટી નણંદ કરે છે આ બિઝનેસ, કરોડોની માલકીન છે સૈફ અલી ખાનની લાડલી દીદી

45ની ઉંમરમાં પણ કુંવારી છે કરીના કપૂરની મોટી નણંદ, આ ધંધો કરીને કમાય છે અને હાલમાં છે કરોડોની પ્રોપર્ટી

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરની મોટી નણંદ સબા અલી ખાન 45 વર્ષની થઇ ચૂકી છે. સબા અલી ખાનનો જન્મ 1 મે 1976ના રોજ દિલ્લીમાં થયો હતો. આ ખાસ અવસર પર ભાભી કરીના કપૂર અને નાની બહેન સોહા અલી ખાને અલગ અલગ રીતે વિશ કર્યુ હતુ. કરીનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી લખ્યુ હતુ કે, હેપ્પી બર્થ ડે ડાર્લિંગ સબા લવ યુ. આ સાથે તેણે એક હાર્ટ ઇમોજી પણ શેર કરી છે.

સોહાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, બે તસવીરમાંથી પહેલી તસવીરમાં બંનેે યંગ એજના છે. જેમાં બંને બહેેનો તસવીર ક્લિક કરાવી રહી છે. ત્યાં જ બીજી તસવીર બંનેના બાળપણની છે. જેમાં સબા તેની નાની બહેન સોહાને કિસ કરતી જોવા મળી રહી છે.

સૈફ અલી ખાન અને તેમની બહેન સોહા અલી ખાન એ ઇંડસ્ટ્રીનો જાણિતી ચહેરો છે. પરંતુ સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાનને ઘણા ઓછા લોકો જાણે છે. સબા અલી ખાન એક જમાનાની મશહૂર અભિનેત્રી રહી ચૂકેલી શર્મિલા ટાગોર અને ઇંડિયન ક્રિકેેટ ટીમના કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીની દીકરી છે.

તમને જણાવી દઇએ કે, સબા અલી ખાન લાઇમલાઇટથી દૂર રહે છે. 45 વર્ષની સબા હજી સુધી અનમેરિડ છે અને તે ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરેે છે. કેટલાક વર્ષ પહેલા તેણે એક ડાયમંડ ચેન શરૂ કરી હતી. તે લગભગ 2700 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલકીન છે.

સબા પટૌડી ખાનદાનની સંપત્તિની દેખરેખ છે. આ ઉપરાંત સંપત્તિનુ કામ સંભાળવા માટે ઔકાફ-એ-શાહી નામની સંસ્થા છે. સબા આ સંસ્થાની મુખિયા છે. પૂરો હિસાબ તેની પાસેે રહે છે. સબાએ વર્ષ 2011માં રાજસી ટ્રસ્ટની જવાબદારી સંભાળી હતી.

સબા ફિલ્મો અને પેજ 3 પાર્ટીથી દૂર રહે છે. આ જ કારણ છે કેે તેે વધારે લાઇમલાઇટમાં રહેતી નથી. પરિવાર ફંકશનને છોડી સબા કોઇ ઇવેન્ટમાં ઓછી જોવા મળે છે.

સબા અલી ખાન અને કરીનાા કપૂર સારી બોન્ડિંગ શેર કરે છે. તે કરીના માટે ડાયમંડ જ્વેલરી પણ ડિઝાઇન કરી ચૂકી છે. ભારત સરકાર અને ભોપાલ રિયાસતના તત્કાલીન નવાબ હમીદુલ્લા ખાં વચ્ચે પર થયેલા મર્જર એગ્રીમેંટમાં ક્લિયર લખ્યુ છે કે, ઓકાફ-એ-શાહી પર વક્ફ બોર્ડનો કોઇ અધિકાર નથી. નવાબ પરિવાર દ્વારા ગઠિત આ સ્વતંત્ર સંસ્થા છે.

પટૌડી પરિવારના વધારે મેંબર બોલિવુડમાં છે, પરંતુ સબા ફિલ્મોથી દૂર છે. એક ઇન્ટરવ્યુમાં સબાએ કહ્યુ હતુ કે, મારા મનમાં કયારેય ફિલ્મી લાઇનમાં જવાનો વિચાર નથી આવ્યો. હું જયાં પણ છુ અને જે કામમાં છુ, ઘણી ખુશ છું.

સબાએ દિલ્લી કોલેજ ઓફ આર્ટથી ગ્રેજયુએશન કર્યુ હતુ. તે બાદ તે આગળનો અભ્યાસ માટે અમેેરિકા ગઇ હતી. ત્યાંથી તેણે જેમોલોડી અને ડિઝાઇનમાં ડિપ્લોમાં કર્યુ છે.

Team Dharmik