પ્રિયંકા ચોપરાના ડ્રેસમાં ઉપરના ભાગે એવી કટ દેખાઈ કે લોકોએ કહ્યું શરમ કર, ભારત દેશમાં આવીને આવા કપડાં પેરસ, સમાજ સંસ્કૃતિની ધજીયા ઉડાવી દીધી

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારત પરત ફરી છે અને હવે ભારતમાં તેના પહેલા અપિયરન્સની તસવીરો સામે આવી છે. ચાહકો પણ પ્રિયંકાના બધા પગલા પર નજર રાખી રહ્યા છે. ભારત પરત ફર્યા પહેલા તેણે ફ્લાઇટથી પણ તેની તસવીર શેર કરી હતી અને ખુશી જાહેર કરી હતી. જે બાદ તેણે મુંબઇ આવી ઘરની બાલકનીમાંથી પણ તેની બે તસવીરો શેર કરી હતી. ઘણા વર્ષો બાદ ભારત પરત ફરવાની ખુશી પ્રિયંકાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

જો કે, પ્રિયંકાના નવા લુકની તસવીરો સામે આવ્યા બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. કારણ કે તે જે ડ્રેસ કેરી કરી નીકળી હતી તેમાં એવી જગ્યાએ કટ હતો કે તે જોઇ લોકો શોક થઇ ગયા હતા. પ્રિયંકાના આ લુકને જોઇને લોકો અભિનેત્રીને યાદ અપાવી રહ્યા છે કે આ ઇન્ડિયા છે અમેરિકા નથી કે આવા હોટ અને બોલ્ડ અંદાજમાં સામે આવી છે. પ્રિયંકા હેર કેર બ્રાંડના કામ માટે આવી હતી અને આ દરમિયાન તેણે વ્હાઇટ ક્રોપ ટોપ અને વ્હાઇટ પેન્ટ પહેર્યુ હતુ.

પ્રિયંકાનો આ લુક એટલા માટે બવાલ મચાવી રહ્યો છે કે તેણે જે ક્રોપ ટોપ પહેર્યુ હતુ તેમાં વચ્ચેની જગ્યાએ કટ હતો અને આ કટ જોઇ ચાહકોના તો હોંશ જ ઉડી ગયા હતા. આ કટમાંથી પ્રિયંકાના બ્રેસ્ટ્સ પણ નજર આવી રહ્યા હતા. બ્રેસ્ટ્સ નીચે જે નાના ઓબ્જેક્ટ્સ આપવામાં આવેલા હતા તે પણ સ્પષ્ટ જોઇ શકાતા હતા. જે કદાચ બ્રેસ્ટ્સના સપોર્ટ માટે આપવામાં આવેલા હતા. પ્રિયંકાએ આ લુકમાં પેપરાજીઓને પોઝ પણ આપ્યા હતા.

આ લુક જોઇ એક યુઝરે લખ્યુ- હવે આ ઇન્ડિયન નથી લાગતી. તો બીજાની નજર તેના નખ પર પડી. તેણે કહ્યુ- આ ઘણા ડરાવના છે. ત્યાં એક અન્યએ કહ્યુ- આ એ જ છે ને જેણે નિબ્બા સાથે લગ્ન કર્યા છે. બીજાએ કહ્યુ- હવે આ હોલિવુડ દીવા લાગે છે. ઘણાએ તો અભિનેત્રીના વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી હતી. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ પોતાના દેશ ભારત પરત ફરી છે અને માતા બન્યા બાદ તેની ભારતની પહેલી ટ્રિપ છે.

લોકોને આશા હતી કે પ્રિયંકા તેની દીકરી માલતી મેરી સાથે આવશે પરંતુ પ્રિયંકા વર્ક કમિટમેન્ટ્સને પૂરા કરવા ભારત આવી છે અને તે આ સમયે તેની દીકરીને લાવી નથી. એવું માનવામાં આવી રહ્યુ છે કે નિક જોનાસ દીકરી માલતી મેરીની દેખરેખ અને સંભાળ રાખી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Team Dharmik