પહેલા ડેટિંગ અને પછી પ્રેમ, બે યુવતીઓના પ્રેમની અનોખી કહાની, ધામધૂમથી લગ્ન કરીને ભવભવનાં બંધનમાં બંધાયું આ સમલૈંગિક કપલ

પહેલા આપણા દેશમાં સમલૈંગિક સંબંધોનો સ્વીકાર કરવામાં નહોતો આવતો. પરંતુ હવે તો તેને કાયદાકીય રીતે પણ મંજૂરી મળી ગઈ છે, જેના બાદ ઘણા એવા કપલો છે જે હવે પોતાના સંબંધોને જાહેર કરી રહ્યા છે અને હવે સમલૈંગિક જોડાઓ એક બીજા સાથે લગ્ન પણ કરી રહ્યા છે. ત્યારે આવા ઘણા લોકોના લગ્નની ખબરો સામે આવતી હોય છે, જો કે હજુ પણ સમાજમાં ઘણો મોટો એવો વર્ગ છે જે આ સંબંધોને ખુલીને નથી સ્વીકારી શકતો પરંતુ હવે આ લોકોને દુનિયાની ચિંતા નથી અને એકબીજાના પ્રેમને ગમે તેમ કરીને મળેવી લે છે.

ત્યારે હાલ એવા જ એક લગ્નની ખબર ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. બે છોકરીઓ જેઓ પહેલા એકબીજાને ડેટ કરે છે અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આખરે બંનેએ લગ્ન કરી લીધા અને દુનિયાએ તેમનો પ્રેમ બતાવ્યો. આ લવ સ્ટોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમના લગ્નની તસવીરો પણ સામે આવી છે. તેની તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે પરંતુ તેની કહાની એટલી સરળ નહોતી.

આ છોકરીઓના નામ પાયલ અને યશ્વિકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. એક વર્ષ પછી 2018માં બંને પ્રથમ વખત મળ્યા. પાયલ લુધિયાણામાં કામ કરતી હતી જ્યારે યશ્વિકા નૈનીતાલમાં કામ કરતી હતી. આવી સ્થિતિમાં તેઓ દર મહિને મળવા માટે એકબીજાના શહેરમાં જતા હતા. ત્યારબાદ તેઓએ કોરોના લોકડાઉનમાં સાથે રહેવાનું નક્કી કર્યું.

તે જ સમયે બંનેએ આ વિશે તેમના પરિવારને પણ જણાવ્યું. બંનેએ પોતાના પરિવારને આ સંબંધ માટે મનાવી લીધા. આ પછી નક્કી થયું કે લગ્ન થશે. ત્યારબાદ બંનેએ ઓક્ટોબર 2022માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. યશ્વિકાએ જણાવ્યું કે તેના લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો આવ્યા હતા. પાયલે લગ્નમાં શેરવાની પહેરી હતી. જ્યારે યશ્વિકાએ લહેંગા પહેર્યો હતો. તેમના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ સંપન્ન થયા હતા.

આ પછી દંપતીએ પોતાની એક યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી, જ્યાં તેઓએ તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરવાનું શરૂ કર્યું. કરવા ચોથની ઉજવણી કરતા કપલે યુટ્યુબ પર પોતાનો વીડિયો શેર કર્યો છે. ધીમે-ધીમે તેની ચેનલ લાઈમલાઈટમાં આવી અને કપલ લુધિયાણાથી મુંબઈ શિફ્ટ થઈ ગયું. તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

Dharmik Duniya Team