તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં : શોમાં બતાવવામાં આવી છે પરણિત, પરંતુ અસલ જીવનમાં કુંવારી છે આ અભિનેત્રી, જાણો….

43 વર્ષની ઉંમરે પણ કુંવારી છે તારક મહેતાની ‘અંજલિ ભાભી’, કહ્યું કે આવો જોઈએ છે પતિ.

સબ ટીવીનો જાણીતોઅને પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીનો રોલ નિભાવી ચૂકેલી અભિનેત્રી નેહા મહેતા 43 વર્ષની છે. 9 જૂન 1978એ પાટણ ગુજરાતમાં જન્મેલી નેહાએ 20 વર્ષ પહેલા 2011માં આવેલી ટીવી ધારાવાહિક ‘ડોલર બહુ’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ધારાવાહિકમાં નેહાએ વૈશાલીનો રોલ નિભાવ્યો હતો.

તેના પછી ‘ભાભી ઔર રાત હોને કો હૈ’જેવી ધારાવાહિકમાં કામ કર્યું પરંતુ તેને ઓળખાણ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’થી મળી. જોકે હવે નેહા તે ધારાવાહિકમાંથી નીકળી ગઈ છે અને તેની જગ્યાએ સુનૈના ફૌજદારને અંજલિ ભાભીના રોલ માટે લેવામાં આવી છે. જણાવી દઈએ કે 43 વર્ષીય નેહા મહેતા હજી પણ કુંવારી છે.

નેહાએ ધારાવાહિક છોડતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું અભિનેત્રી હતી એટલે તે ધારાવાહિકમાં હતી ના કે તે ધારાવાહિકના લીધે અભિનેત્રી બની છું. નેહાએ કહ્યું કે સેટ પર તેને કહેવામાં આવ્યું હતું કે કામ કરવું હોય તો કરો નહિ તો જતા રહો. મેકર્સે નેહાને એમ પણ કીધું કે જો હું કામ નહિ કરું તો તેના બદલે બીજી તૈયાર જ છે. આવામાં નેહાએ ધારાવાહિક છોડવાનું મન બનાવી લીધું.

નેહાએ એમ પણ વાત કહી હતી કે સેટ પર જૂથવાદ જેવો માહોલ બની ગયો હતો. નેહાના પ્રમાણે વાત એટલી હદ સુધી વધી ગઈ કે હવે ધારાવાહિકમાં કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. બધા લોકો મને સમજાવતા રહ્યા પણ કોઈ કામ એક ટીમ વર્ક રીતે થતું હોય છે અને બધાએ તેમાં સરખું કામ કરવું પડે પણ મારે રિસ્પેક્ટ જોઈએ છે અને જયારે તે ના મળે તો નિર્ણય લેવો પડે છે.

તારક મહેતા પહેલા પણ આ ફિલ્ડમાં ઘણું બધું કામ કરેલું છે. તારક મહેતાના લીધે હું અભિનેત્રી નથી બની. આ ધારાવાહિક એવી હતી કે જેને મને કામ આપ્યું, કમાવવા માટે તક આપી. હું અસિત મોદીની ખુબ જ ઈજ્જત કરું છું. તેમજ ધારાવાહિકથી જોડાયેલા અન્ય લોકો માટે પણ મારા મનમાં એટલી જ રિસ્પેક્ટ છે.

નેહા કોલેજના દિવસોથી જ એક્ટિંગની દુનિયામાં છે પણ સાચી ઓળખ ‘તારક મહેતા’ ધારાવાહિકથી મળી હતી. નેહાના પિતા પ્રસિદ્ધ ગીતકાર અને કવિ છે. નેહાના ઘરમાં પહેલાથી જ ફિલ્મી માહોલ હતો. એટલે નેહા પણ એક્ટિંગની દુનિયામાં કારકિર્દી બનાવવા માંગતી હતી. તેને નાનપણથી જ નૃત્ય અને સંગીત શીખવાનું શરુ કરી દીધું હતું. નેહાએ વડોદરાથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને તેના પછી અમદાવાદથી ડાયરેકશનનો કોર્સ કર્યો છે.

તેના પછી ભગવતી પ્રોડકશન દિલ્હીના ‘સ્ટાર હન્ટ-મલ્ટી ટેલેન્ટ શો'(2000)ના ઓડિશનમાં આખા ગુજરાતમાંથી પસંદ કરવામાં આવી અને તે પછી મુંબઈ આવી ગઈ. મુંબઈ પહોંચતા જ તેને થીએટરના ઑફર મળવાના શરુ થઇ ગયા હતા. આ રીતે તેની એક્ટિંગની કારકિર્દી શરુ થઇ હતી.

આ પછી તેને ‘તૂ હી મેરા મૌસમ’,’હૃદય-ત્રિપુટી’,’પ્રતિબિંબ કી પરછાઇ’,’મસ્તી-મજે કી લાઈફ’,જેવા અનેક નાટકોમાં કામ કર્યું. તેના પછી હિન્દી અને ગુજરાતીની ઘણી બધી ધારાવાહિકમાં કામ કર્યું હતું. તેના સિવાય ‘પ્રેમ એક પૂજા’,’જન્મો જનમ’, ‘બેટર હાફ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. નેહા મહેતાએ એક્ટિંગની સફર ટીવી ધારાવાહિક ‘ડોલર બહુ’થી શરુ થઇ હતી. તેના પછી ‘ભાભી’ ધારાવાહિકમાં કામ કર્યું હતું.

શરૂઆતના દિવસોમાં નેહાને ખાસ એવી સફળતા મળી નહિ એટલે તે મુંબઈથી પાછી ગુજરાત આવી ગઈ હતી. અહીંયા એક-બે વર્ષ સુધી નાની મોટી ગુજરાતી ધારાવાહિકોમાં કામ કર્યું હતું. 2008માં તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ધારાવાહિકમાં અંજલિ ભાભીનો રોલ મળ્યો હતો. આ ધારાવાહિકમાં આવ્યા પછી તેને ધારાવાહિકોની લાઈન લાગી ગઈ હતી.

Team Dharmik