દીકરી, તારી સાસુ આવવાની છે…

શું થયું મમ્મી,તમે રોજ વાસણ સાફ કરો છો, પછી આજે એવું તે શું થયું કે તમારા હાથ ધ્રુજી રહ્યા છે”. તન્વીએ પોતાની માં અનિતાને પૂછ્યું.

“દીકરી,તારી સાસુ આવવાની છે…એ વિચારીને ઘભરાટ થઇ રહી છે..હંમેશા તારા પિતાની સાથે આવતી હતી,હવે તેના નિધન પછી આવી છું…આટલા સમયથી અહીં છું..છે તો દીકરીનું ઘર..પણ મનને ઠીક નથી લાગી રહ્યું”. અનિતાએ પોતાની મનની વાત કહી.

“મમ્મી..મારી નોકરીના કલાકો વધી ગયા છે..દિયાની સંભાળ માટે જ તો તમે આવ્યા છો..પપ્પાના ગયા પછી તમે તે ઘરમાં એકદમ એકલા હતા. હવે નાની અને ભાણી એકસાથે રહે છે તો હું અને અભય ઓફિસમાં નિશ્ચિન્ત રહીએ છીએ”. તન્વીએ માં ની ચિંતા દૂર કરતા કહ્યું. અનિતાનો દીકરો સાઉથમાં પોસ્ટેડ છે અને ત્યાં માત્ર કન્નડ અને ઈંગ્લીશ જ બોલે છે..ખાણી-પીણી અને રહેણી-કરણી બધું જ સાઉથ ઇન્ડિયન…ત્યાં એક મહિનાથી વધારે નથી રોકાઈ શકતી..પતિના નિધન પછી તે એકલી રહી ગઈ અને દીકરી અને જમાઈ રાજસ્થામમાં જ છે અને દીકરીના ઘરે રોકાવું આપણી સંસ્કૃતિ નથી.

એટલામાંજ નિર્મલાજીની ગાડી ઘર સામે આવી. નિર્મલાજી થોડા કડક વિચારો વાળા હતા અને સમાજસેવા કરતા હતા. તન્વી, અભય અને અનિતાએ ઘરને સ્વચ્છ કરી નાખ્યું. દરેક લોકો ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયા. શાકમાં તેલ વધારે પડી ગયું? નિર્મલાજીએ પોતાના ચશ્માને ઉપર કરતા કહ્યું. મમ્મી આજે જમવાનું દિયાની નાનીએ બનાવ્યું છે..તેલને છોડો..સ્વાદ જુઓ” અભયે સાસુનો પક્ષ લેતા કહ્યું.

અનિતાજીનો તો પરસેવો છુંટી ગયો.નિર્મલાજીએ તેલ સાઈડમાં કરીને શાક લીધું. આટલું તેલ શરીર માટે સારું નથી, સમધનજી આપણા જમાનામાં શુદ્ધ વસ્તુઓ મળતી હતી પણ હવેની વસ્તુઓ કેમિકલવાળી છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે”. દરેક કોઈ જમીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અભય સ્ટડી રૂમમાં હતો અને અનિતાજી તેની પાસે ગઈ. દીકરા, તું મને મારા ઘરે મૂકી જા, હવે તમારી મમ્મી આવી ગઈ છે..તે બધું જ ધ્યાન રાખશે”.

“અરે, મમ્મી તમારો આવો વર્તાવ મને બિલકુલ નથી ગમતો.તમે મારી માં ના વ્યવહારથી ખુશ નથી. જ્યારે તે જાણે જ છે કે તમે તે ઘરે એકલા છો અને મોડી રાતે તમારી તબિયત બગડી ત્યારે પાડોશીએ તમને હોસ્પિટલ પહોંચાવ્યા હતા….અભયે સાસુને સમજાવ્યું. અને સમધનજી..જ્યારે છોકરીઓથી ઉમ્મીદ કરવામાં આવે છે કે તે પારકા ઘરમાં જઈને બધા જ સંબધો નિભાવે, સાસુ-સસરાને માં-બાપ સમજે ..પછી છોકરાઓ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે.

સમય બદલાઈ ગયો છે સમાધનજી….તમે અને હું જો આપણા સમયની જૂની વાત ચલાવીશું તો બદલાવ કેવી રીતે આવશે. નવી પેઢી તમારી સાથે ત્યારે જ ચાલશે જ્યારે તમારા વિચારોમાં નવીનતા આવશે”.દરવાજા પર ઉભેલી નિર્મલાજીએ કહ્યું. તન્વી બધાને હળદર વાળું દૂધ આપતા બોલી, મમ્મી હવે તમે જ અને અભય જ મારી માને સમજાવો, તે તમારા આવવાની ખબરથી પોતાના ઘરે જવાની જીદ કરી રહી છે”.

“મારી સમધન અને જમાઈ જેવા વિચારો દરેક છોકરાઓના થઇ જાય તો લોકો દીકરીઓને જન્મ આપવા પર બિલકુલ પણ અફસોસ નહી કરે. મારી તન્વી જેવું સાસરું દરેકને મળે. મારી વહુ પણ ખુબ જ સારી છે. ભાષા સમજમાં આવે કે ન આવે પણ તેના વ્યવહારમાં આદર છલકાઈ છે”. અનિતાજીએ આંખો નમ કરતા કહ્યું. “ચાલો હવે ભાવુક ન થાઓ અને દૂધ પી લો.” નિર્મલાજીએ અનિતાજીને દૂધ પીવડાવતા કહ્યું.  માફ કરજો સમાધનજી મને હળદર વાળું દૂધ પસંદ નથી”, અનિતાજીએ ગ્લાસ દૂર કરતા કહ્યું”. નાની આ દૂધ તો તમારે પીવું જ પડશે, મારી દાદીના આવતા ઘરમાં આ જ દૂધ બને છે. હું તમારું નાક પકડું છું સુગંધ નહિ આવે જલ્દીથી પી લો. ડિયાએ નાનીનું નાક પકડીને દૂધ પીવડાવી દીધું. અનિતાજીના મોં પર દૂધની પીળી મૂંછો બની ગઈ’.
બધા લોકો હસવા લાગ્યા અને પોત-પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

Team Dharmik