એક સામાન્ય માણસથી લઈને સંત સુધીની આદરણીય મોરારી બાપુની સફર, જુઓ તેમની પહેલાની જૂની તસવીરો

મોરારી બાપુની યુવાનીથી લઇને સંત સુધી સોનેરો સફર તસ્વીરો જુઓ…દિલ ખુશ થઇ જશે

સામાન્ય માણસ માંથી સંત બનવું કઈ સરળ નથી હોતું, ઘણા લોકો ધર્મના રસ્તા ઉપર ચાલવા માંગે છે, પરંતુ એ રસ્તા ઉપર આવતા કાંટા અને મુશ્કેલીઓ જોઈને જ નાસીપાસ થઈ જતા હોય છે. તો ઘણા સંતો ધર્મના આડંબરમાં પાખંડ પણ કરતા હોવાના ઉદાહરણો ઠેર ઠેર જોવા મળે છે.

ગુજરાતની ધરતી ઉપર પણ ઘણા સંતો મહંતો થઇ ગયા, જેમને સાચી નિષ્ઠાથી સેવા ભક્તિ કરી અને ભક્તોનો પ્રેમ મેળવ્યો. એવા જ એક આદરણીય સંત મોરારી બાપુના જીવન વિશે આજે આપણે વાત કરીશું.

મોરારી બાપુનો જન્મ 25 September 1946ના રોજ મહુવાના તલગાજરડામાં વૈષ્ણવપરિવારમાં થયો હતો. તેમના માતાનું નામ સાવિત્રીબેન તથા પિતાનું નામ પ્રભુદાસ હતું. તેમની અટક હરિયાની છે. બાપુને બાળપણથી જ ગીતા જ્ઞાન અને ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. મોરારી બાપુના દાદા ત્રિભુવનદાસ એક રામભક્ત હતા.

આદરણીય મોરારી બાપુના દાદાજી ત્રિભુવનદાસને ભગવાન શ્રી રામ તથા રામના પાત્ર પ્રત્યે ગાઢ પ્રેમ હતો. મોરારી બાપુ તલગાજરડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા. ત્યારે તેમના દાદાજીએ તમને રોજની રામાયણની પાંચ ચોપાઈ મોઢે કરવાનું કહ્યું હતું. પાંચ કિલોમીટરના આ રસ્તામાં તે દાદાજી દ્વારા કહેવામાં આવેલ પાંચ ચોપાઈઓ દરરોજ યાદ કરતા અને આ નિયમને લીધે જ મોરારી બાપુને સંપૂર્ણ રામાયણ મોઢે થઇ ગયું. મોરારી બાપુએ તેમના દાદાજીને જ પોતાના ગુરુ માની લીધા હતા.

મોરારી બાપુએ 14 વર્ષની નાની વયે જ પ્રથમ વખત તલગાજરડાની અંદર ચૈત્ર મહિનામાં 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. બાળ જીવનમાં તેમનુ મન રામ અને રામાયણમાં વધુ હતું. ત્યારબાદ તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા. પરંતુ મોરારી બાપુનું મન શિક્ષણ કરતા વધારે રામકથામાં લાગતું હતું. રામકથામાં તેઓ મગ્ન થઈ જતા. જેના કારણે તેમને શિક્ષકની નોકરી છોડી દીધી હતી.

મોરાર બાપુની કથા સાંભળવા માટે લોકો આવતા ગયા. ધીમે ધીમે તેઓ પ્રચલિત થવા લાગ્યા અને મહુવા અને ભાવનગર ઉપરાંત ગુજરાતના વિવિધ સ્થળોએ જઈને કથાઓ કરવા લાગ્યા. અને આજે વિદેશોમાં પણ મોરારી બાપુ કથા કરવા માટે જાય છે.

મોરારી બાપુએ ઘણા લોકોને વ્યસનથી પણ મુક્ત કર્યા છે. સાથે લોકોને સેવાકાર્યો કરવા માટે પણ પ્રેરિત કર્યા. તેઓ માનતા કે લોકસેવા કરવાથી મારો રામ રાજી રહે છે.

મોરારી બાપુના લગ્ન નર્મદાબેન જોડે થયા.તેમને ચાર બાળકો પણ છે, જેમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે.પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી પ્રાપ્ત થનાર દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં આવવા લાગ્યુ તો તેમણે અગત્યનો અને ખાસ નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી સ્વીકારી રહ્યા છે.

 

મોરારી બાપુ 74 વર્ષની ઉંમરે પણ એજ ઉત્સાહથી અને એજ ભક્તિભાવથી કથા કરે છે. તેમની કથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે, વિદેશોમાંથી પણ તેમને કથાઓના ઘણા જ આમંત્રણો આવે છે. ઘણો મોટો યુવા વર્ગ પણ મોરારી બાપુની કથા સાંભળવા માટે જાય છે.

મોરારી બાપુ માત્ર કથા જ નથી કરતા પરંતુ પોતાના તલગાજરડા સ્થિત આશ્રમની અંદર ઘણા બધા ઉત્સવો પણ ઉજવે છે. સાથે સાથે તેમને સાહિત્યમાં પણ ઘણો જ રસ છે. અને તેથી જ તેમના આશ્રમ ઉપર તેઓ અસ્મિતા પર્વનું આયોજન કરી અને બધા સાહિત્યકારોને આમંત્રિત કરે છે.

આ અસ્મિતા પર્વમાં સાહિત્યકારો પોતાની કૃતિનું વાંચન અને પઠન કરે છે તો બાપુ શાંત ચિત્તે બેસીને તેમની કૃતિઓનું રસપાન કરે છે. તેમજ કૃતિઓને દાદ પણ આપે છે.

મોરારી બાપુ ખુબ જ સામાન્ય જીવન જીવવામાં માને છે. તેમને ક્યારેય કોઈ વાતનું અભિમાન નથી હોતું. તે સામાન્ય માણસ સાથે આજે પણ બેસીને વાત કરે છે, તેમના ઘરનું ભોજન ગ્રહણ કરે છે. એવા અનેક કિસ્સાઓ બાપુના પ્રચલિત છે.

Dharmik Duniya Team