આ હનુમાન મંદિરની દેખભાળ કરે છે એક વાંદરો, અહીં જે આવે છે તે ભક્તને આપે છે આ વાંદરો આશીર્વાદ

આ વાંદરો હનુમાનના ભક્તને માથે હાથ રાખીને આપે છે આશિર્વદ- જુઓ

કોઇ પણ વસ્તુને પરખવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો ખૂબ જરૂરી છે. પરંતુ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેની આગળ વિજ્ઞાનનું કંઇ ચાલતુ નથી. માણસના વિચાાર અને માણસની સમજની પાર છે આ વસ્તુઓ.

તમે બધાએ એ વાત પર ગોર કર્યુ હશે કે જયાં હનુમાન મંદિર હોય કે રામ મંદિર ત્યાં વાંદરાનું ટોળુ હાજર હોય છે. આ એક સામાન્ય વાત છે પણ રાજસ્થાનના અજમેરમાં સ્થિત બજરંગગઢના હનુમાન મંદિરમાં કંઇક એવુંં જોવા મળશે જેના પર તમને યકીન નહિ થાય.

આ મંદિરમાં કોઈ પૂજારી નહિ પણ એક વાંદરો કરે છે હનુમાનજીની પૂજા. આ વાંદરો સવારે મંદિરમાં હનુમાનજી દાદાની પૂજા કરે છે અને સાંજે આ મંદિરની દેખભાળ કરે છે. આ વાનર એક સાચા હનુમાન ભક્તની જેમ તિલક પણ લગાવે છે અને જે લોકો અહીં દર્શન કરવા માટે આવે તેમને આશીર્વાદ પણ આપે છે. આ વાનર આરતીના સમયે મંદિરમાં ઘંટ પણ વગાડે છે.

આ વાંદરો એટલે કે રામૂ જે છેલ્લા 8 વર્ષોથી આ મંદિરની સેવા કરે છે. લોકો તેને સાક્ષાત બાલાજીનું રૂપ જણાવે છે. રામૂની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે,જેમાં તે કોઇ વ્યક્તિને આશીર્વાદ આપતો જોવા મળે છે.

Team Dharmik