ફેણ ફેલાવીને બેઠો હતો ઝેરીલો નાગ કિંગ કોબ્રા, વ્યક્તિએ તેના પર છાંટ્યું સિંદૂર તો થયું એવું કે જોઈને ધ્રુજી ઉઠશો

આજના સમયમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાના અમુક રમુજી, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે તેમના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે.  સામાન્ય રીતે સાપનું નામ આવતા જ સારા સારા લોકો ભયભીત થઇ જાય છે. જે રીતે સાપ ચાલે છે તેને જોવું કોઈ ખરાબ સપનાથી કમ નથી. સાપ ધરતી પર સૌથી ખતરનાક અને ઝેરીલા પ્રાણીઓમાંનું એક છે. ધરતી પર એવા પણ સાપ છે કે જેના ડંખથી ત્યાંને ત્યાં જ મોત થઇ જાય છે.એવામાં સોશિયલ મીડિયા પર કિંગ કોબ્રાનો એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને સારા સારા લોકો ધ્રુજી ઉઠશે.

જો કે ઘણા વિસ્તારોમાં કોબ્રા સાપને દેવતાનો દરજ્જો આપવામાં આવે છે અને લોકો ભગવાનની જેમ તેની પૂજા અર્ચના કરે છે અને મંદિરો પણ બંધાવે છે. જો કે પૂજા કરવા માટે લોકો નાગદેવતાની છબી કે પછી મૂર્તિનો સહારો લે છે પણ અહીં જીવતા જાગતા નાગની પૂજા કરવાનો વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક નાગ ફેણ ફેલાવીને બેસેલો છે અને એક વ્યક્તિ તેના પર સિંદૂર છાંટી રહ્યો છે.વીડિયો જોઈને લાગી રહ્યું છે કે અહીં નાગ દેવતાની પૂજા કરવામાં આવી રહી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેવું જ તેના પર સિંદૂર છાંટવામાં આવે છે કે નાગ દેવતાના હાવ ભાવ બદલાઈ જાય છે અને તે એકદમ સરળ રીતે નીચેની તરફ ઝૂકવા લાગે છે.વીડિયોને _goga_ni_daya_ નામના ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.અત્યાર સુધીમા આ વીડિયોને હજારો લોકો દ્વારા જોવામાં આવી ચુક્યો છે.

Team Dharmik