આ વાર્તા તમારા જીવનમાં પણ ખુબ જ ઉપયોગી બનશે, જોઈ લો કેવી રીતે થઇ ગઈ કમાવાળીની બોલતી બંધ

શોભા પોતાની બાળકની અંદર લાગેલા ફૂલછોડને પાણી પીવડાવી રહી હતી. ત્યારે જ તેના પતિ મનોજે અવાજ આપતા કહયું: “શોભા, આજે સવારની ચા મને નહિ મળે કે શું?”

શોભાએ તરત જ જવાબ આપતા કહ્યું: “આજે રવિવાર હતો એટલે તમને ઉઠાવ્યા નહીં, ઉભા રહો હમણાં જ લાવી” બોલતા જ શોભા રસોડા તરફ ચાલવા લાગી.

મનોજે શોભાને લંગડાતા ચાલતા જોઈએં કહ્યું: “કેમ શોભા આજે લંગડાઈને ચાલી રહી છું?”

મનોજની ચાનો કપ ટેબલ ઉપર મુકવાની સાથે જ તે પણ મનોજની બાજુમાં આવી અને બેસી ગઈ અને કહેવા લાગી: “ખબર નહિ આજે સવારથી જ ઘૂંટણમાં દુઃખાવો થઇ રહ્યો છે.”

મનોજે જવાબ આપતા કહ્યું: “ચાલ આજે ડોક્ટરને બતાવી આવીએ, આમ પણ આજે રવિવાર છે તો મને પણ સમય મળશે, તું ફટાફટ તૈયાર થઇ જા.”

શોભા તૈયાર થવા માટે ગઈ, બંને તૈયાર થઈને ડોક્ટર પાસે ગયા. ડોકટરે તપાસીને કહ્યું: “કોઈ મોટી વાત નથી, હવે 45ની ઉંમરમાં આ તકલીફ થવી સામાન્ય છે. તમે રોજ દૂધ પીવો અને કસરત કરો, સારું થઇ જશે.”

ડોકટરે આગળ કહ્યું: “પરંતુ એમનું બ્લ્ડ પ્રેશર થોડું વધારે આવે છે. જેના કારણે શોભાબેનને ચક્કર પણ આવતા હશે. હું કેટલીક દવા આપું છું સારું થઇ જશે.”

મનોજ અને શોભા ઘરે આવ્યા. મનોજે શોભાને કહ્યું: “જ્યાં સુધી તું એકદમ સારી ના થઇ જાઉં ત્યાં સુધી જમવાનું પણ કામવાળીને બનાવવા માટે જણાવી દેજે, જે પૈસા વધારે આપવાના થશે તે આપણે આપી દઈશું.”

45 વર્ષની શોભા સુંદરતા અને પોતાની ફિટનેસ માટે આખી સોસાયટીમાં પ્રખ્યાત હતી. તેની ઉંમર ભલે 35 હોય પરંતુ તેને જોતા તે 30-32ની જ લાગે. મનોજ સાથેનો તેનો પ્રેમ ભર્યો સ્વભાવ પણ સોસાયટીમાં ઈર્ષા જન્માવે તેવો હતો. બંનેનો સ્વાભવ પણ ખુબ જ ખુશમિજાજ હતો. તે બંને પાર્ટી કરવાના પણ ખુબ જ શોખીન હતા. તેમને એક દીકરો પણ હતો, સૌરભ. તે ઇજનેરનો અભ્યાસ કરી અને દિલ્હીમાં નોકરી કરી રહ્યો હતો.

સાંજે જયારે કામવાળી રેખા આવી ત્યારે મનોજે તેને સવારે 6 વાગે આવી અને નાસ્તો તેમજ જમવાનું બનાવવાનું જણાવી દીધું. સાથે જ પગાર પણ ડબલ કરી આપ્યો. પોતાનો પગાર ડબલ થવાના કારણે રેખા પણ હસતા હસતા કામ કરવા માટે તૈયાર થઇ ગઈ.

બીજા દિવસે તે બરાબર 6 વાગે પહોંચી ગઈ. ચા બનાવી અને મનોજને આપી પોતે પણ પીધી, નાસ્તમાં શું બનાવું? એમ પૂછીને નાસ્તો બનાવવા માટે ચાલી ગઈ.

શોભા પણ વચ્ચે વચ્ચે રસોડામાં જઈને જોઈ લેતી હતી. તેને પણ રેખાને પોતાના ઘર પ્રમાણે તેલ, મીઠું સપ્રમાણમાં નાખવાનું અને ઘરે પસંદ પડે તે પ્રકારે રસોઈ બનાવવાનું શીખવી દીધું. થોડા જ સમય રેખા પણ હવે બધું જ શીખી ચુકી હતી.હવે ફક્ત શોભા જેમ કહે તેમ રેખા કામ કર્યા કરતી.

જેટલીવારમાં રેખા જમવાનું બનાવતી તેટલી વારમાં શોભા રસોડાની સામે જ રહેલા બેઠકરૂમમાં બેસી અને મોબાઈલમાં સોશિયલ મીડિયા અને વિડીયો જોયા કરતી. ક્યારેક પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે ફોન ઉપર વાતો પણ કરી લેતી.

રવિવારના દિવસે મનોજને રજા હોવાના કારણે તે ઘરે જ રહેતો અને તે દિવસે શોભાનું વિશેષ ધ્યાન પણ રાખતો, ક્યારેક તેઓ બહાર ફરવા માટે પણ જતા હતા, અને જમવાનું પણ બહાર જ જમીને આવતા હતા.

રેખા ધીમે આ ઘરની અંદર કામ કરતા કરતા બધું જ શીખી ગઈ, ક્યારેક ક્યારેક તે વિચારતી પણ ખરી કે, મેડમને કેટલો આરામ મળે છે, તે બેઠા બેઠા ઓર્ડર જ આપે છે, અને સાહેબ પણ તેમની કેટલી બધી સંભાળ રાખે છે.

શોભાના ઘરમાં પૈસાની કોઈ ખોટ નહોતી, ક્યારેક તેની મિત્રો પણ ઘરે આવતી અને તે બધા કિટ્ટી પાર્ટી પણ યોજતા, જેમાં જમવાનું રેખા જ બનાવતી. નવરાશના સમયમાં શોભા મોબાઈલ લઇ અને બેસી જતી.

ધીમે ધીમે રેખાને પણ શોભાનો આ આરામ આંખોમાં લહટકવા લાગ્યો, એક દિવસે તે શોભા માટે ચા બનાવીને લઈને આવી અને જમીન ઉપર જ બેસીને કહેવા લાગી: “મેડમ તમારે કેટલી શાંતિ નહિ? સાહેબ કમાય છે, તમે ઘરમાં બેસીને જલસા કરો છો, સાહેબ તમારી કાળજી પણ કેટલી બધી રાખે, અને મારો ઘરવાળો તો દારૂ પી અને મારી સાથે મારઝૂડ પણ કરે, મારા પગારના પૈસા પણ વાપરી નાખે.”

શોભાએ તેની વાત સાંભળી પરંતુ કોઈ જવાબ ના આપ્યો, તે સમજી ગઈ હતી કે મારુ આરામ કરવું હવે રેખાની આંખોમાં ખટકી રહ્યું છે. પરંતુ તે રેખાને કામ ઉપરથી કાઢી શકે એમ પણ નહોતી, કારણ કે રેખા છેલ્લા ઘણા સમયથી દરેક કામ શીખી ચુકી હતી અને ઘરમાં પણ તેનું કામ અનુકૂળ હતું, સાથે તે વિશ્વાસુ પણ હતી અને કામમાં પણ ક્યારેય કોઈ કચાશ નહોતી, પરંતુ શોભાએ યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવાનું નક્કી કરી લીધું.

એક દિવસે જ્યારે રેખા કામ પૂરું કરી શોભા માટે ચા લઈને આવી અને જમીન ઉપર બેસી પોતાની વાતો કરવાનું શરૂ કર્યું અને કહ્યું:”મેડમ તમારે કેટલી બધી શાંતિ છે નહિ? મારે તો રોજ અહિયાંથી કામ કરી અને મારા ઘરે જઈને પણ કામ કરવું પડે છે.”

આ વખતે શોભ ચૂપ ના રહી શકી અને બોલી જ ઉઠી: “જો રેખા, તારા સાહેબ કમાય છે એટલે અમે તને નોકરી ઉપર રાખી છે, તને પણ સારો એવો પગાર મળે છે. મળે છે કે નહિ?”

રેખાએ જવાબ આપતા કહ્યું: “હા.’

શોભાએ આગળ જણાવ્યું: “તો પછી રેખા તું પણ તારા પગારમાંથી તને જે કામ ના ગમે તે કામ માટે તારા ઘરે પણ કોઈ કામવાળી રાખી શકે છે. તને પણ ઘરે જઈને કામ નહિ કરવું પડે અને તને પણ તારી આવકનો થોડો જ ભાગ ખર્ચવો પડશે !!

શોભાની વાત સાંભળીને જવાબ આપવા માટે રેખા પાસે કઈ હતું નહિ. તે દિવસ બાદ ક્યારેય રેખાએ પોતાના રોદણાં રડ્યા નહીં, અને ખુશી ખુશી જ બધું કામ કરવા લાગી.

Dharmik Duniya Team