કિંજલ દવે ભાવિ પતિ સાથે કચ્છના રણોત્સવની સ્ટાઇલિશ અને ખૂબસુરત તસવીરો થઇ વાયરલ, એકબીજામાં ખોવાયેલુ જોવા મળ્યુ કપલ

ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. કિંજલ દવે તેના અવાજના કારણે આજે મોટી નામના ધરાવે છે. તેનું “ચાર ચાર બંગળી” વાળું ગીત તો દુનિયાભરમાં પ્રચલિત બની ગયું છે.ગુજરાતની સુમધુર ગાયિકા કિંજલ દવે ગાયિકીની દુનિયામાં એક આગવું નામ કરી ચુકી છે. કિંજલ દવેએ પોતાના અવાજથી માત્ર ગુજરાતમાં જ પરંતુ  દુનિયાભરમાં આગવું નામ કર્યું છે.

થોડા સમય પહેલા કિંજલ અમેરિકામાં કાર્યક્રમો કરતી જોવા મળી હતી. કિંજલ દવે માત્ર તેની ગાયિકાના કારણે જ નહીં પરંતુ અંગત જીવનને લઈને પણ લાઇમલાઇટમાં રહેતી હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની શાનદાર તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. આ તસ્વીરોને ચાહકો ખુબ પ્રેમ પણ આપે છે.

કિંજલ હાલમાં તેના ભાવિ પતિ પવન જોશી સાથે કચ્છના રણોત્સવમાં મોજ કરી રહી છે. કિંજલ અને પવન જોશીએ કેટલીક તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં કિંજલ દવેનો તેના ભાવિ પતિ પવન જોશી સાથે સ્ટાઇલિશ અને રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તે પવન જોશી સાથે રોમાન્ટિક પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

હાલમાં જ પવન જોશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કિંજલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બંનેની ખૂબસુરત બોન્ડિંગ જોવા મળી રહી છે. કિંજલ દવેએ જીન્સ સાથે યલો પ્રિન્ટેડ ટોપ પહેર્યુ છે અને પવન જોશીએ બ્લેક ટી શર્ટ સાથે જીન્સ કેરી કર્યુ છે. આ સાથે તેણે ગોગલ્સ પણ કેરી કર્યા છે. કિંજલ અને પવન બંને આ દરમિયાન કેમેરા સામે જોઇ પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

કિંજલ દવે અને પવન જોશી કચ્છમાં રણોત્સવમાં મજા માણી રહ્યા છે, ત્યારે ત્યાંથી કિંજલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ સફેદ રણની વચ્ચે રોમાન્ટિક પોઝ આપી રહ્યું છે. કિંજલ દવેએ આ તસવીરો શેર  કરવાની સાથે કેપશન પણ આ તસ્વીરોને અનુરૂપ આપ્યું છે.

તેને લખ્યું છે કે, “કુછ કુછ હોતા હે, કેટલીક ખાસ મોમેન્ટ ખાસ વ્યક્તિ સાથે, રણોત્સવ”. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને લોકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે અને કોમેન્ટમાં આ  કપલના વખાણ પણ કરી રહ્યા છે.કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે,

કિંજલની આ તસવીરો ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.આ ઉપરાંત પવન જોશીએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રણોત્સવની કેટલીક ઝલક બતાવી છે. જેમાં ટેન્ટ સીટીનો નજારો પણ જોવા મળી રહ્યો છે. પવન જોશી પણ તેના સોશિયલ મીડિયામાં કિંજલ સાથેની ઘણી તસવીરો શેર કરે છે, જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવેએ તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો, જેમાં તેના ભાવિ પતિ પવન જોશીએ તેના શાનદાર સરપ્રાઈઝ પણ આપી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

કિંજલ દવે તેના પિતા લલિત દવે સાથે અમેરિકાના પ્રવાસે ગઈ હતી, જ્યાં તે એક મહિના કરતા પણ વધારે સમય રોકાઈ હતી અને જયારે પરત ફરી ત્યારે તેનું ખુબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.રણ ઉત્સવ ટેન્ટ સીટી ખાતે કિંજલ દવે હાલ પ્રવાસ પર છે જો હમણાં જ તેને વધુ તસવીરો પોસ્ટ કરી હતી અને સાથે લખ્યું હતું કે ‘હું આખી દુનિયામાં યાદો બનાવવા માંગુ છું અને તેની શરૂઆત મારા રાજ્યથી થઈ છે.’કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તમામ તસ્વીરોમાં કિંજલના ચહેરા ઉપર એક ખાસ ખુશી જોવા મળી રહી છે, તેનો હસતો ચેહરો પણ ઘણું બધું કહી આપે છે.

કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેનો પ્રેમ પણ ચાહકોથી છૂપો નથી. બંને ભાઈ બહેન એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે. ત્યારે કિંજલે તેના ભાઈ સાથેની પણ તસવીર શેર કરી છે, જેમાં તે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.કિંજલ દવે અને તેનો પરિવાર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આગળ રહેતો જોવા મળે છે. કોરોના કાળમાં પણ કિંજલ અને તેનો પરિવાર લોકોની મદદે આવ્યો હતો. કિંજલનો આ ગુણ જ તેને ગુજરાતની લોકપ્રિય ગાયિકામાં સુમાર કરે છે.

કિંજલ દવે તેના સુરીલા અવાજ દ્વારા ચાહકોના દિલ ઉપર રાજ કરે છે, તે માત્ર ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરી અને ચાહકોને પોતાના સુર-તલના સથવારે ઝુમાવતી હોય છે. કિંજલ “ચાર ચાર બંગળી” વાળા ગીતથી આખા ગુજરાતમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. જેના બાદ તેની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી ગઈ અને આજે ગુજરાતની ખ્યાતનામ ગાયિકાઓમાં તે સુમાર છે.

Team Dharmik