કરીના માટે બે બાળકોના બાપ સૈફ સાથે લગ્ન કરવા ન હતા સરળ, પરંતુ આ કારણે કરવા પડ્યા હતા લગ્ન

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવૂડના સૌથી ફેમસ કપલ્સમાંથી એક છે. બંને અત્યારે સુખી જીવન જીવી રહ્યા છે. તેમને બે બાળકો છે, તૈમુર અને જેહ. તૈમુર અલી ખાન નંબર 1 સ્ટાર કિડ છે. તમને જણાવી દઈએ કે કરીના ઉંમરમાં સૈફ કરતા 10 વર્ષ નાની છે. જો કે આને કારણે બંને વચ્ચે કોઈ ફરક પડતો નથી. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. કરીના સાથે સૈફના આ બીજા લગ્ન હતા. આ પહેલા તેણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા, તે બંનેને સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન એમ બે બાળકો છે. તે બાદ તે બંનેએ છૂટાછેડા લીધા હતા.

આવી સ્થિતિમાં ઘણા લોકો ઈચ્છતા ન હતા કે કરીના કોઈ છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથે લગ્ન કરે. આ વાતનો ખુલાસો ખુદ કરીનાએ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં કર્યો હતો. આ શોમાં કરીના અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે આવી હતી.આ દરમિયાન કરણ જોહરે કરીનાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા. કરીનાએ કહ્યું કે જ્યારે તેણે સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણા લોકોએ તેને સમજાવ્યું હતું કે સૈફને પહેલાથી જ બે બાળકો છે. તેણે છૂટાછેડા લીધા છે. શું તમે ખરેખર આ કરવા માંગો છો?’

કરીના આગળ કહે છે કે ‘લોકો મને એમ પણ કહેતા કે જો તું સૈફ સાથે લગ્ન કરીશ તો તારી કારકિર્દી ખતમ થઈ જશે. લોકોની વાત સાંભળીને મને લાગ્યું કે જાણે કોઈને પ્રેમ કરવો એ ગુનો છે. અથવા કોઈની સાથે લગ્ન કરવા એ ગુનો છે. પછી મેં વિચાર્યું કે ચાલો કરીએ અને જોઈએ કે પછી શું થાય છે.’ કરીના કહે છે કે ‘મારા અને સૈફ પહેલા લોકો તેમના સંબંધોને છુપાવતા હતા. મારી સાથે એવું નહોતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના છેલ્લે ફિલ્મ ‘અંગ્રેઝી મીડિયમ’માં જોવા મળી હતી. આમાં તેની સાથે ઈરફાન ખાન, રાધિકા મદન અને દીપક ડોબરિયાલ મુખ્ય ભૂમિકામાં હતા. આ પહેલા કરીના અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળી હતી.

Team Dharmik