કરીના કપૂરે પાર્ટીમાં પહેર્યો એટલો સસ્તો પાયજામો કે કિંમત જાણીને હસી હસીને ઊંધા વળી જશો

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની લક્ઝરી લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેમના ચાહકો કરીનાની લાઇફસ્ટાઇલ પર હંમેશા નજર રહેતી હોય છે. આ સાથે પટૌડી પરિવારની પાર્ટીઓ પણ ખુબ ફેમસ છે. વર્ષનો કોઈપણ તહેવાર હોય કે સેલિબ્રેશન આખો પરિવાર સાથે મળીને ઉજવણી કરતા જોવા મળતા હોય છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને પટૌડી પરિવાર સાથે ડિનર કર્યા બાદ નવા વર્ષની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં કરીના કપૂરના આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં તેના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સિવાય સોહા અલી ખાન, કુણાલ ખેમુ, કુણાલ કપૂર અને શાયરા કપૂર પણ હાજર રહ્યા હતા. વર્ષ 2021ના ​​છેલ્લા દિવસે બધાએ ઘરે એકસાથે ડિનર કર્યું હતું. સોહા અલી ખાને આ ડિનર પાર્ટીની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ સેલિબ્રેશનમાં કરીના કપૂરે રેડ કલરનું પાયજામા સેટ પહેર્યું હતું.

ડિનર પહેલા કરીના કપૂર ખાને એક સેલ્ફી પોસ્ટ કરી હતી. સેલ્ફી પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં તેના પાયજામા અને લિપસ્ટિકનો ઉલ્લેખ કર્યો હતો. કેપ્શનમાં કરીનાએ લખ્યું હતું કે તે નવા વર્ષની પાર્ટી માટે તૈયાર છે. કરીનાના ચાહકો આઉટફિટ જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. આ આઉટફિટની ખાસ વાત એ હતી કે તેના ખિસ્સા પર ‘K’ લખેલું હતું અને તે આ ડ્રેસ પર બિલકુલ ચેરી જેવું દેખાતું હતું.

આ ડ્રેસમાં કરીના કપૂર ખૂબ જ કુલ લાગી રહી હતી. સરેમા અભિનેત્રી રિલેક્સ ફીલ કરી રહી છે. લાંબી સ્લીવ્ઝ, ફ્રેન્ચ પોકેટ્સ અને ડિઝાઇનર બટનો આ આઉટફિટને વધુ આકર્ષક બનાવે છે. તમે વિચારતા હશો કે આ ડ્રેસની કિંમત કેટલી હશે? ક્યાંક એવું તો નથી વિચારી રહ્યા કે કરીના જેવી સ્ટાર આ ડ્રેસ પહેરશે તો તેની કિંમત લાખોમાં હશે, પણ તેવું બિલકુલ નથી.

જો તમે કરીનાના આ ડ્રેસની કિંમત વિશે જાણવા માગો છો તો તમારે આ માટે ‘Dandelion’ વેબસાઇટ પર જવું પડશે. ચેરી સ્પ્રિંકલ એમ્બ્રોઇડરી કોટન નોટેડ પાયજામા સેટ નામના ડ્રેસની કિંમત 4,850 રૂપિયા છે. આ કિંમતમાં તમે કરીનાનો આ ડ્રેસ પણ ખરીદી શકો છો. જ્યારે કરીના કપૂર તેના પુત્ર તૈમુર સાથે પાયજામા સેટમાં નજર આવી રહી છે તો સોહા, કુણાલ અને સૈફ અલી ખાન પાર્ટીના કપડામાં રાતને વધુ રંગીન બનાવી રહ્યા છે.

સોહા અલી ખાને તેના ઈન્સ્ટા પર આ પાર્ટીની કેટલીક વધુ ફની તસવીરો પણ શેર કરી છે જેમાં કરીના કપૂર ખાન નાકમાં સ્પ્રે કરતી જોવા મળી રહી છે. આ સાથે સોહાએ કેપ્શન લખ્યું છે – સુરક્ષિત સ્પ્રે… કોવિડની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેણે આ કેપ્શન આપ્યું હતું.


કરીના કપૂરને ડિસેમ્બર 2021માં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંક્રમણ દરમ્યાન અભિનેત્રી બાળકોથી સંપૂર્ણપણે અલગ રહી હતી. જ્યારે તે સ્વસ્થ થઈ ગઈ ત્યારે ખાસ મિત્ર અભિનેત્રી અમૃતા અરોરા સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું કે હવે તે ફરીથી પાર્ટી કરવા માટે તૈયાર છે. આ પછી કરીનાએ તેના પતિ અને બાળકો સાથે તેની બહેન કરિશ્મા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી.

Team Dharmik