ઘરમાં લગ્નના રિવાજો પુરા જોરમાં ચાલી રહ્યા હતા. પાયલના લગ્નમાં હવે બે જ દિવસ બાકી રહી ગયા હતા. આજે તેને પીઠી લાગી ગઈ, કાલે મહેંદીની વિધિ છે અને પછીના દિવસે તે લગ્ન કરીને સાસરે જતી રહેશે.

ઘરમાં લગ્નના રિવાજો પુરા જોરમાં ચાલી રહ્યા હતા. પાયલના લગ્નમાં હવે બે જ દિવસ બાકી રહી ગયા હતા. આજે તેને પીઠી લાગી ગઈ, કાલે મહેંદીની વિધિ છે અને પછીના દિવસે તે લગ્ન કરીને સાસરે જતી રહેશે.

ઘરમાં લગ્નના રિવાજ પુરા જોશમાં ચાલી રહ્યા હતા. આજે પીઠીની રસમ હતી અને કાલે મહેંદીની રસમ છે અને પછીના દિવસે તે વિહાન સાથે લગ્ન કરીને વિદાઈ થઇ જશે, આવું વિચારીને પ્રેરણાની આંખો ભરાઈ આવી.

પ્રેરણા વિખેરાયેલો સામાન સમેટીને સૂટકેસમાં મૂકી રહી હતી કે ત્યાં નંદિતા ભાભી આવીને બોલી, રાત ખુબ જ થઇ ગઈ છે હવે પ્રેરણા…!હું હવે ઘરે જઈ રહી છું, અને હા..! તું કોઈ વાતની ચિંતા ન કરતી હું સવારે આવી જઈશ”! “ઠીક છે ભાભી તમારા રહેવાથી હું પરેશના કેવી રીતે થઉં… આજે જે કંઈપણ છું તે તમારા લીધે જ છું, તમે સંભાળી ન હોત તો હું ક્યારની તૂટી ગઈ હોત”. ભાભીને દરવાજા સુધી છોડવા જતા બોલી પ્રેરણા…દીકરીઓના રૂમમાં જાંકીને જોયું તો બંન્ને ઊંઘી રહી હતી..થાકી ગઈ હશે બિચારી…

લગ્નના કામની બધી જવાબદારી પાયલ અને પ્રીતિ એ જ તો લીધી હતી, પાયલ તો કાલ સુધી ઓફિસ પણ ગઈ હતી..પાયલના માથા પર હાથ ફેરવીને ધીમેથી રૂમ બંધ કરીને મનમાં ને મનમાં બોલી..હે ભગવાન મારી પાયલને હંમેશા સુખી રાખજો, તેની મા એ જે પણ જીવનમાં વેઠ્યું છે તેનો પડછાયો પણ મારી પાયલ પર પડવા ન દેશો… પોતાના રૂમમાં સુવા જતા પ્રેરણા તે સમયમાં પહોંચી ગઈ જ્યારે તે રમેશની દુલહન બનીને ઘરે આવી હતી..ચાર ભાઈ બહેનોમાં સૌથી નાના રમેશ પોતાના મોટા ભાઈ સાથે પિતાનો પુશ્તેની બિઝનેસ સંભાળી રહ્યા હતા…

સાસુ માંએ પહેલા દિવસે જ પૌત્રની માંગ કરી દીધી હતી.લગ્નના છ મહિના પછી જ્યારે તે ગર્ભવતી થઇ તો સાસુમા ખુબ જ ખુશ થઇ અને તેને એક પૌત્રની ઈચ્છા હતી.પણ જયારે દીકરી પાયલનો જન્મ થયો તો બધા નિરાશ થઇ ગયા, રમેશે પણ ઘણા દિવસો સુધી સારી રીતે વાત પણ કરી ન હતી. પાયલ એક વર્ષની થતા જ તેને બીજા બાળકનો દબાવ કરવામાં આવ્યો.

બીજી વાર દીકરી પ્રીતિનો જન્મ થયો તો તેનું અને તેની બંને દીકરીઓનું જીવવાનું જ મુશ્કેલ થઇ ગયું.  દીકરીઓને કોઈ પ્રેમથી બોલાવતું પણ ન હતું. પ્રેરણા માત્ર ઘરનું કામ કરનારી નોકરાણી બનીને રહી ગઈ.જેના પછી ઘરમાં રમેશના બીજા લગ્નની વાતો થવા લાગી અને પ્રેરણાને માયકામાં મોકલીને રમેશે બીજા લગ્ન કરી લીધા, જેની જાણ થતા જ પ્રેરણા અને તેના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. જો કે પ્રેરણાના ભાઈ ભાભીએ તેનું પૂરું ધ્યાન રાખતા હતા જો કે તે પોતાની ભાભી પર બોજ બનવા માંગટી ન હતી માટે તેણે ટિફિન સર્વિસ ચાલુ કરી અને ખુબ આવક થવા લાગી અને પાડોશમાં જ એક ઘર ભાડા પર રાખી લીધું અને પાયલ કેટરિંગ સર્વિસ  ચાલુ કર્યું.  પ્રેરણાએ દીકરીઓની પરવરિશમા જરા પણ ખામી રાખી ન હતી.એવું વિચારતા વિચારતા જ ન જાણે ક્યારે પ્રેરણાને ઊંઘ આવી ગઈ.

સવારે પાયલની મહેંદીનો રંગ ખુબ જ ઘેરો આવ્યો હતો અને સવારથી ભાભી નંદિતા ખુબ જ પરેશાન લાગી રહી હતી, મારાથી રહેવાયું નહી તો મેં પૂછી લીધું કે શું થયું કેમ ચૂપ બેઠા છો… રમેશનો ફોન આવ્યો હતો અને તે ખુબજ ચિંતિત લાગી રહ્યો હતો…કારોબારમાં ખુબ જ નુકસાન થયું છે, બંને દીકરાઓ પોતાની મનમાની કરે છે. તબિયત પણ સારી નથી રહેતી..તને અને તારી દીકરીઓની માફી માંગવા ઈચ્છે છે… પણ તું ઈચ્છે તો જ! પ્રેરણાએ કહ્યું કે મને બધી પુરી વાત કરી કે આખરે તે શું ઈચ્છે છે…

“તે પાયલનું કન્યાદાન કરવા માંગે છે…” તે આગળ કઈ બોલે તેના પહેલા તો ત્યાં પાયલ આવી ગઈ અને બોલી…આટલી જલ્દી તેને પોતાની ફરજ યાદ આવી ગઈ..? જે વ્યક્તિએ આટલા વર્ષો સુધી આમારા વિશે કઈ જ ન વિચાર્યું અને તે મારું કન્યાદાન કરવા માંગે છે…શું માત્ર જન્મ આપવાથી જ એક વ્યક્તિ પિતા બની જાય છે…મારા માટે માં અને બાપ મારી માં જ છે…

પિતાએ અમે બંન્ને બહેનોને ત્યારે જ ગુવામી દીધી હતી જ્યારે તેમણે બીજા લગ્ન કર્યા હતા અને તે પણ માત્ર એટલા માટે જ કે અમે દીકરાઓ નહિ પણ દીકરીઓ હતી…કેટલું દુઃખ થતું હતું મને જ્યારે હું મારી સાથેના મિત્રોને પિતા સાથે જોતી હતી… આજે  જયારે તેને તેના બંન્ને દીકરાઓ એકલા કરી દીધા ત્યારે અમારી યાદ આવી ગઈ…તેને પણ ખબર પડવી જોઈએ કે જીવતા જ કોઈને ખોઈ દેવાનું દર્દ કેવું હોય છે?…કન્યાદાન તો દૂરની વાત રહી હું તે વ્યક્તિનો ચેહરો પણ જોવા નથી..જેણે અમને ઠોકરો ખાવા માટે છોડી દીધા હતા…મારું કન્યાદાન મારી મા કરશે…

Team Dharmik