કચરાપેટીની એક ચિઠ્ઠી, શાકભાજી વાળો બની ગયો એક ઝાટકામાં કરોડપતિ

મિત્રો આપણે ઘણી વાર સાંભળ્યું જ હશે કે જ્યારે પણ ઉપરવાળો આપે છે છપરફાડકે આપે છે. જ્યારે આ સાચું છે, ત્યારે જીવન બદલાઈ જાય છે, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક શાકભાજી વેચનાર રાતોરાત કરોડપતિ બની ગયો છે.

જેને તેણે પોતે ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી. પરંતુ જ્યારે લક્ષ્મી સામે ચાલીને આવે છે, તો પછી કોણ તેમને ના પાડી શકે છે. આ કોલકાતાનો મામલો છે, જ્યાં એક શાકભાજી વેચનારનું ભાગ્ય ચમક્યું છે. અને તેણે એક કરોડનું ઇનામ જીત્યું છે. આ વ્યક્તિએ કેટલીક લોટરી ટિકિટ ખરીદી હતી.

પરંતુ તેને કોઈ ઇનામ ના મળતા નિરાશ થઈને તેણે આ ટિકિટ કચરાપેટીમાં ફેંકી દીધી. પરંતુ બીજા જ દિવસેસાદિકને જેને લોટરીવેચી હતી મિત્રોને કહ્યું કે તેને 1 કરોડનું ઇનામ મળ્યું છે. આ બાદ સાદિકની ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. એકસમયે તેને આ મજાક લાગ્યું હતું.

આ શાકભાજી વાળાનું નામ સાદિક છે. અને તે કોલકાતાના દમ દમ વિસ્તારમાં શાકભાજી વેચે છે. સાદિકે તેની પત્ની સાથે નવા વર્ષ પહેલાના દિવસે પાંચ લોટરી ટિકિટ ખરીદી હતી. જ્યારે 2 જાન્યુઆરીએ લોટરીના ઇનામોની ઘોષણા કરવામાં આવી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ઈનામ મળ્યું નથી.

પરંતુ સત્ય સામે આવ્યું ત્યાં સુધીમાં સાદિકનું જીવન બદલાઈ ગયું હતું, અને તે સાધારણ શાકભાજીથી કરોડપતિ બની ગયો હતો. સાદિકનો પરિવાર ખૂબ જ ખુશ છે, સાદિક અને તેની પત્ની અમીનાએ એસયુવી બુક કરાવી છે અને હવે તેઓ તેમના બાળકોને સારી શાળામાં ભણાવવા માગે છે. જોકે, પૈસા સાદિક પાસે આવવામાં 2 થી 3 મહિનાનો સમય લાગશે.પરંતુ સાદિક અને તેનો પરિવાર આ રીતે પોતાનું જીવન બદલવામાં ખૂબ જ ખુશ છે.

Team Dharmik

Leave a Reply