9 ફ્લોર વાળા આલીશાન વીલમાં હેન્ડસમ પતિ સાથે રહે છે અભિનેત્રી જુહી ચાવલા, પતિ કેવો નસીબદાર છે જુવો તો

જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે મોટા બેનરો સાથે કામ કરવા ઉપરાંત પણ તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કરનારી જૂહી ચાવલા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. તે તેના કરિયરની ચરમ સીમા પર હતી ત્યારે તેણે ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જૂહી ફિલ્મોમાં સક્રિય ન રહી અને પરિવારમાં વ્યસ્ત થઇ ગઇ. આ દિવસોમાં જૂહી તેની ફિલ્મોને લઇને નહિ પરંતુ તેના આલીશાન ઘરને લઇને ચર્ચામાં છે.

જૂહી ચાવલા અને જય મહેતાનું ઘર મુંબઇના માલાબાર હિલ્સમાં છે અને તે ખૂબ જ સુંદર છે.  ઘરમાં રીનોવેશન કરાવ્યા બાદ તેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો પણ આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ આલીશાન ઘરને શ્રીલંકાના મશહૂર આર્કિટેક ચન્ના દસવાટેએ ડિઝાઇન કર્યુ છે. દસવાટે પહેલા પણ જય મહેતાના ઘણા પ્રોજેકટ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે.

જૂહીના પતિ વાસ્તુમાં વિશ્વાસ રાખે છે, એટલા જ માટે આ ઘરને વાસ્તુશાસ્ત્ર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. ઘરના બે ફ્લોર પર જૂહી ચાવલા પતિ  સાથે રહે છે જયારે એક ફ્લોર પર જય મહેતાના કાકા રહે છે, અને બે ફ્લોર પર તેમના આર્ટ કલેક્શન છે.

જૂહીના ઘરની બહાર અને અંદરના એરિયામાં ઘણું કામ લાકડાઓથી કરવામાં આવ્યુ છે. તેમજ તેના ઘરની બહાર બેસવા માટે જે સ્પેસ છે તે  શાનદાર છે. અહીંથી મરિન ડ્રાઇવનો નજારો એકદમ સુંદર દેખવા મળે છે.

અહેવાલો અનુસાર જય મહેતાની કુલ સંપત્તિ 350 મિલિયન ડોલર એટલે કે 2300 કરોડ રૂપિયાની છે. જુહી ચાવલાના બાળકો લંડનમાં અભ્યાસ કરે છે. જ્યારે જુહી તેના બિઝનેસમેન પતિ જય મહેતા સાથે આલીશાન વિલામાં રહે છે. જુહીના આ ઘરમાં સ્ટેટમેન્ટ આર્ટવર્ક અને ટ્રેડિશનલ ઇન્ડિયન ઈન્ટિરિયર વર્કનું સંપૂર્ણ મિશ્રણ છે. જૂહીના સુંદર ઘરની ખાસિયત સંગેમરમર પથ્થરથી બનેલો પાણીનો ફુવારો છે.

આખા ઘરમાં સફેદ માર્બલની ફ્લોરિંગ છે. રૂમની છતથી લઈને દિવાલો સુધી જુહીના ઘરમાં લાકડાનું મોટું કામ કરવામાં આવ્યું છે. દિવાલો પર મોટા રંગબેરંગી ચિત્રો છે. જે દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ મોંઘી પણ છે. જુહીને ગાર્ડનિંગ અને ખેતીનો પણ શોખ છે. જુહીના માંડવા સ્થિત ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. તો એક નાનકડું ગાર્ડન જુહીએ તેના ઘરમાં પણ બનાવ્યું છે.

જુહીના ઘરમાં બીજી એક સુંદર જગ્યા છે અને તે છે તેના ઘરની ટેરેસ. 10મા માળે આવેલા ટેરેસને જુહી અને જય મહેતાએ શાનદાર લુક આપ્યો છે. તેમના ટેરેસને હોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ થયા બાદ અહીં બેસીને વાતચીત કરવા માટે ખૂબ જ સરસ બનાવવામાં આવ્યુ છે. તેને લાલ અને ઓરેન્જ કલરના કોમ્બિનેશનથી સજાવવામાં આવ્યુ છે.

Team Dharmik