ગાય માટેનો સાચો પ્રેમ : પરિવારના ગાય પ્રત્યેનો પ્રેમ જોઈને તમે પણ અભિભૂત થઇ જશો, સોશિયલ મીડીયમાં વાયરલ થઇ રહ્યા છે વીડિયો

દોસ્તો આ જ છે સાચા સંસ્કાર, માતા જેવી ગાયને જોઈ લો કેવી રીતે સાચવે છે

એક ભારત દેશ જ એવો છે જ્યાં ગાયને પણ માતા તરીકે પૂજવામાં આવે છે, હિન્દૂ ધર્મમાં ગાયની રક્ષા કરવામાં આવે છે અને તેને ખુબ જ પ્રેમથી પણ રાખવામાં આવે છે, આ ઉપરાંત વાર-તહેવારે તેની પૂજા પણ કરવામાં આવે છે, એવું પણ કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ત્યારે આ દરમિયાન એક પરિવારના ગાય સાથેના અનોખા સંબંધની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ઘણા લોકો પોતાના ઘરે કુતરા અને બિલાડી પાળતા હોય છે અને તેમના માટે ઘરમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે, ગામડામાં ઘણા લોકો ગાય પણ પાળતા હોય છે, પરંતુ મોટાભાગે આપણે જોયું છે કે ગાયને ઘરની બહાર રાખેલા વાડામાં જ બાંધવામાં આવતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે કહાની ચર્ચાઈ રહી છે તેમાં તમને ગાય માટેનો અનોખો પ્રેમ જોવા મળશે.

રાજસ્થાનના જોધપુરમાં એક પિરવાર એવો છે જેમને પોતાના ઘરમાં ત્રણ ગાયોને પાળી છે. પરિવારના લોકોએ પોતાના ઘરની અંદર ગાય માટે ફરવાની પરવાનગી આપી છે અને તેમના માટે તેમને ખાસ બેડરૂમ પણ બનાવ્યો છે. આ પરિવાર તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, જે ખુબ જ વાયરલ થાય છે.

આ પરિવારે પોતાની ગાયોના નામ “ગોપી, ગંગા અને પૃથુ” રાખ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાય આરામથી બેડ ઉપર બેસે છે, સુઈ જાય છે, ઘરમાં પણ ખુબ જ આરામથી ફરી રહી છે. તો બેડ ઉપર ધાબળો ઓઢીને સુઈ પણ ગઈ છે. જોધપુરના સુભાસ નગરમાં એક મહિલા તેમના ઘરમાં ગાય અને વાછરડાને પોતાના બાળકોની જેમ દેખરેખ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by COWSBLIKE (@cowsblike)

સોશિયલ મીડિયામાં તેમનું ઘર કાઉ હાઉસના નામથી ઓળખાય છે. આ મહિલાનું નામ સંજુ કંવર છે.. તેમને કહ્યું કે ભલે બધા મંદિરમાં જઈને ભગવાન શિવના વાહન નંદીની પૂજા કરે છે, પરંતુ રસ્તા ઉપર ગાય અને બળદને જોઈને તે નજરઅંદાજ કરીને ચાલ્યા જાય છે. જેના ઉપર તેમને વિશ્વાસ નથી.

 

View this post on Instagram

 

A post shared by COWSBLIKE (@cowsblike)

સંજુ કંવરે એમ પણ જણાવ્યું કે ગાય પાલતુ જાનવર છે, અને કોઈને કોઈ નુકસાન પણ નથી પહોંચાડતી, જો ઘરની અંદર ગાયને રાખવામાં આવે તો મુશ્કેલ પરિસ્થિતિઓ પણ ઉકેલાઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by COWSBLIKE (@cowsblike)

સંજુ કંવરે એમ પણ જણાવ્યું કે સવારે તે પોતાની ગાય અને વાછરડાને ઘાસ ખવડાવીને સ્નાન કરાવે છે, જેના બાદ તે જયારે સુકાઈ જાય છે ત્યારે દોડીને સીધી જ રૂમમાં પલંગ ઉપર આવી જાય છે અને લગભગ 2 કલાક સુધી આરામ કરે છે. આ દરમિયાન તે ધીમે ધીમે વાગોળવાની પ્રક્રિયાને પણ અંજામ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by COWSBLIKE (@cowsblike)

સંજુ સિંહે એમ પણ જણાવ્યું કે તેમના ઘરમાં રહેવા વાળા ગૌમાતા અને નંદી મહારાજ પલંગ ઉપર સુઈ જરૂર જાય છે, પરંતુ તેમને ખબર છે કે પોદળો ક્યાં કરવાનો છે અને પેશાબ ક્યાં કરવાનો છે, જ્યારે તેમને આ વસ્તુઓનો આભાસ થાય છે ત્યારે તે નિર્ધારિત જગ્યા ઉપર જઈને પોદળો કરી આવે છે.

Dharmik Duniya Team