જયા કિશોરી કથાવાચનની કેટલી લે છે ફી અને ક્યાં કરે છે ઈન્વેસ્ટ, જાણો

જયા કિશોરીજી એક પ્રસિદ્ધ કથાવાચિકા છે અને દેશ-વિદેશમાં ‘નાની બાઈ કા માયરા’ અને શ્રીમદ્દ ભગવદ્દની કથા કરે છે. જયાજીની કથાઓને ખુબ પસંદ કરવામાં આવે છે અને તેની કથામાં અનેક લોકો ઉમટી આવે છે. મળેલી જાણકારીના આધારે આજે તમને જણાવીશું કે જયા કિશોરી કથા માટે કેટલી ફી લે છે અને પૈસા ક્યાં ઈન્વેસ્ટ કરે છે.

અમુક સમય પહેલા એક યુટ્યુબ ચેનલે વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ જયાંજીના બુકીંગ ઓફિસના કર્મકારી સાથે વાત કરવાનો દાવો કરી રહ્યા છે. તેના દ્વારા મળેલી જાણકારીના આધારે જ્યા કિશોરી એક કથા માટે 9 લાખ 50 હજાર રૂપિયા ફી લે છે. ફીના અડધા પૈસા તે કથા પહેલા લે છે અને બાકીની રકમ કથા પૂર્ણ થયા પછી લે છે. જાણકારીના આધારે જયા કિશોરી પોતાની ફીની મોટા ભાગની રકમ નારાયણ સેવા સંસ્થાનમાં દાન સ્વરૂપે આપે છે, જે દિવ્યાંગ લોકોની સેવા કરે છે. જેમાં ખાસ રીતે દિવ્યાંગ લોકોની આર્થિક મદદ કરવામાં આવે છે. આ સિવાય તેઓના રોજગાર અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

એક ઇન્ટરવ્યૂમાં કિશોરીજીએ કહ્યું હતું કે કથામાં વ્યસ્ત હોવાને લીધે તે દિવ્યાંગ લોકોની મદદ નથી કરતી શકતી કે ન તો તેઓની સેવા કરી શકે છે, જેને લીધે તે દાન દ્વાર પોતાના ભાગની સેવા તેઓના સુધી પહોંચાડવાની કોશિશ કરે છે. આ સિવાય જયા કિશોરી પોતાના પૈસા સામાજિક કાર્યોમાં પણ લગાવે છે. તેની ઓફિશીયલ વેબસાઈટના આધારે તે વૃક્ષારોપણ, બેટી બચાઓ બેઠી પઢાઓમાં પણ યોગદાન આપે છે. કિશોરીજીને ઘણા સામાજીક કાર્યોમાં પણ જોવામાં આવે છે, અને આ સિવાય તે મોટિવેશનલ સ્પીકર સેમિનાર પણ કરે છે, જેમાં તે લોકોના પ્રશ્નોના જવાબ આપે છે.

 

Team Dharmik