ઓરેન્જ રંગની નિક્કરમાં દેખાઈ જાહ્નવી કપૂર, લોકો ઘુરી ઘૂરીને જોવા લાગ્યા, શું ફિગર બનાવ્યું છે

શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી તેમજ બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેના કરિયરની પીક પર છે. તે તેની અપકમિંગ ફિલ્મ મિલીને લઇને ચર્ચામાં બનેલી છે. જાહ્નવી છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતના કેરેક્ટર્સ પર કામ કરી રહી છે અને એક્ટિંગની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી રહી છે. તે તેની અપકમિંગ ફિલ્મ મિલીમાં દમદાર રોલમાં જોવા મળવાની છે.

ફ્રિજરમાં બંધ એક છોકરી કેવી રીતે મુશ્કેલ સિચુએશનમાંથી બહાર નીકળે છે. ગુંજન સક્સેનામાં પાયલોટ હોય કે પછી ગુડ લક જેરીની સીધી સાદી છોકરી, જાહ્નવી બધા રોલમાં તેના દમદાર પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી રહી છે. ઓડિયન્સ હવે તેને એક સારી એક્ટ્રેસ તરીકે એક્સેપ્ટ કરવા લાગ્યા છે. આ જાહ્નવીની તનતોડ મહેનત સાથે સાથે સારી સ્ક્રીપ્ટ પણ છે. અભિનેત્રી તેના રોલ પર મન અને દિલ લગાવી કામ કરે છે.

જો કે, બધા વચ્ચે જાહ્નવી ફિટનેસ ફ્રીક પણ છે એ વાત કેવી રીતે ભૂલી શકાય. જાહ્નવીને લગભગ દરરોજ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જાહ્નવી મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેણે વ્હાઇટ ટેન્ક ટોપ અને શોર્ટ્સ કેરી કર્યા હતા. તે વાળ ખુલ્લા અને નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.તેનો આ અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. જો કે, તેના ચહેરા પર થાક સ્પષ્ટ જોઈ શકાય છે.

બોલિવૂડ અભિનેત્રીઓમાં જાહ્નવી કપૂરની સ્માઇલ સૌથી સુંદર છે. જ્યારે પણ તે સ્માઇલ કરે છે, ત્યારે ચાહકો તેમના દિલ ગુમાવે છે. જણાવી દઇએ કે, થોડા દિવસોથી જાહ્નવી કપૂર સૂટ અને સાડીમાં જોવા મળી હતી. અચાનક તેણે પોતાનો દેખાવ બદલી નાખ્યો. જાહ્નવી કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ મિલીથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. તેની ફિલ્મ મિલી 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

તે 2019ની હિટ મલયાલમ ફિલ્મ હેલનની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મ માટે ટીમે 20 દિવસની અંદર એક ફ્રીઝર બનાવ્યું, જેનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યું. ફિલ્મમાં જાહ્નવીએ મિલી નૌડિયાલનું પાત્ર ભજવ્યું છે, જે એક નર્સ છે અને કેનેડા જઈને પોતાનું કરિયર બનાવવા માંગે છે. આ ફિલ્મ માટે જાહ્નવીએ 7.5 કિલો વજન વધારવું પડ્યું હતું.

Team Dharmik