આ મંદિર પાછળનું રહસ્ય ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ છે હેરાન, કેટલો વરસાદ થશે તેની આપવમાં આવે છે જાણકારી

આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો છે જેના રહસ્યો આજે પણ ઘરોબાયેલા છે. ઘણા મંદિરોની અંદર આજે પણ ચમત્કારો જોવા મળે છે, તેને ઉકેલવામાં વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહે છે. આવું જ એક મંદિર યુપીના કાનપુર જિલ્લામાં આવેલું છે. જેને રહસ્યમય મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની અંદર બળબળતા તાપની વચ્ચે પણ અચાનક પાણીના ટીપા પાડવા લાગે છે. વરસાદની શરૂઆત થતા જ આ ટીપાના ટપકતું બંધ થઇ જાય છે.

આ મંદીર યુપીની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા કાનપુર જિલ્લાના ભીતરગામ વિસ્તારથી બરાબર ત્રણ કિલોમીટર દૂર બેહટા ગામની અંદર આવેલું છે. આ પ્રાચીન મંદિરની અંદર ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવે છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિક અને પુરાતત્વ વિશેષજ્ઞો દ્વારા મંદિરમાં ટપકવા વાળા ટીપાની તપાસ કરવામાં આવી. પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેના વિશેનું રહસ્ય આજ સુધી કોઈને માલુમ નથી પડી શક્યું કે આખરે મંદિરની છત ઉપરથી ટપકી થેલા ટીપાનું રહસ્ય શું છે ?

એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે. આ મંદિરની અંદર ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરની અંદર પદ્મનાભની મૂર્તિ સ્થાપિત છે.

સ્થાનિક નિવાસીઓ અનુસાર વર્ષોથી આ મંદિરના છત ઉપરથી ટપકવા વાળા ટીપના કારણે ચોમાસાના આવવાની ખબર પડે છે. કહેવાય છે કે આ મંદિરની છત ઉપથી ટપકવા વાળા ટીપાના હિસાબથી વરસાદ થાય છે.

આ મંદિરના ગુંબદથી જયારે ટીપા ઓછા પડે ત્યારે માનવામાં આવૅ છે કે વરસાદ ઓછો થશે. જેનાથી વિપરીત જો ટીપા વધારે પડ્યા તો વરસાદ પણ વધારે થશે. મંદિરના પુજારીએ જણાવ્યું કે આ વર્ષે વરસાદ ઓછો થશે. કારણ કે બે દિવસથી નાના ટીપા પડી રહ્યા છે.

જગન્નાથ મંદિર પુરાતત્વને આધીન છે. જેવી રથ યાત્રા પુરી ઓડિશાના જગન્નાથ મંદિરમાંથી નીકળે છે. તેવી જ રથયાત્રા અહિયાંથી પણ કાઢવામાં આવે છે. પુરાતત્વ વિભાગ કાનપુરના એક અધિકરી પ્રમાણે મંદિરનો જીર્ણોદ્ધાર 11મી સદીની આસપાસ થયો હતો. આ મંદિર 9મી સદીનું હોઈ શકે છે.

Dharmik Duniya Team