તમારા ઘરમાં પણ થાય છે કુળદેવીની પૂજા? તો આ વાત જરૂર વાંચજો, વાંચો કુળદેવીનો અપાર મહિમા

આજનો સમય ખુબ જ મુશ્કેલી ભર્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ આર્થિક મંદીના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ભગવાન આપણી પ્રાર્થનાઓને સાંભળે પણ છે અને સાચા મનથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી જરૂર પહોંચે છે.

આપણા હિન્દૂ ધર્મમાં દરેક ઘરમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે. દરેક કુળમાં અલગ અલગ કુળદેવી હોય છે. અને આપણે વારસાગત તેમની પૂજા કરતા આવીએ છીએ. કુળદેવીની પૂજા કરવાનું આપણા વડીલો પણ આપણને હંમેશા જણાવાતા હોય છે, એવું કહેવાય છે કે કુળદેવીની પૂજા કરવાથી જીવનમાં આવેલા તમામ કષ્ટો પણ દૂર થઇ જાય છે. ચાલો જોઈએ કુળદેવીની પૂજામાં કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કુળદેવીની પૂજા ઘરની અંદર રોજ કરવી જોઈએ અને વર્ષમાં એકવાર કુળદેવીના મંદિરે પરિવાર સાથે જવું જોઈએ. જેના કારણે કુળદેવીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા વરસતા રહે છે. વર્ષમાં એકવાર કુળદેવીના મંદિરે જઈને ત્યાં ભોગ ધરાવવો જોઈએ, તેમજ પરિવાર સાથે બેસીને કુળનું રક્ષણ કરવા માટેની પણ પ્રાર્થના કરવી જોઈએ.

ઘરની અંદર કુળદેવીની જ્યાં સ્થાપના કરવામાં આવી હોય તો વર્ષમાં એકવાર ઘરે હવન કરાવવું જોઈએ અને કુળદેવીની સ્થાપનામાં વાપરવામાં આવેલા શ્રીફળ તેમજ ચૂંદડીને પણ બદલવા જોઈએ. કુળદેવીને વર્ષમાં એકવાર ઘરમાં હવન કરી નૈવેદ્યનો ભોગ ધરાવવો જોઈએ. જેના કારણે કુળદેવીની કૃપા ઘર અને પરિવાર ઉપર બનેલી રહે છે. જો શક્ય હોય તો આખા કુળને ભેગું કરી અને વર્ષમાં એક દિવસ પ્રસાદી પણ કરવી જોઈએ.

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કુળદેવીની આરાધના કરવી જોઈએ. ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે કુળદેવીનું આહવાન કરવું અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે: “કુળદેવી મા અમારા દ્વારા આરંભાયેલા આ કાર્યને સફળ કરજો. કોઈપણ વિઘ્ન આવવા દેતા નહિ.”

જયારે પણ ઘરેથી બહાર જઈએ ત્યારે કુળદેવીને બે હાથ જોડીને દિવસ સારો જાય તેની પ્રાર્થના પણ કરવી જોઈએ, જેના કારણે હંમેશા જીવનમાં તેમના આશીર્વાદ બનેલા રહેશે અને તમારા દરેક કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થતા જશે. જો તમે પણ કુળદેવીમાં માનો છો તો તમારા કુળદેવી માતાજીનું નામ લખીને જરૂર કરજો. જય માતાજી !!!!

Dharmik Duniya Team