રેમ્પ વૉકમાં જ્યારે કરોડપતિ ખાનદાનની સંસ્કારી વહુના સ્કર્ટનું તૂટ્યું બટન, પછી ટેંશનમાં અચાનક જ, ન દેખાવાનું દેખાવા લાગ્યું સે

ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર તે અભિનેત્રીઓમાંની એક છે જેમની સામે આજની યુવાન અભિનેત્રીઓનું ગ્લેમર પણ ફિક્કું લાગે છે. 34 વર્ષની દિવ્યા સુંદરતાની બાબતમાં 20-25 વર્ષની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.દિવ્યાની ડ્રેસિંગ સ્ટાઈલ અને ફેશન ચાહકોને ખુબ પસંદ આવે છે અને તેને ફોલો પણ કરે છે. જો કે એક સમયે દિવ્યા સાથે એવું બન્યું કે તે લોકોની ભીડ વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી.

વર્ષ 2020માં મુંબઈમાં આયોજિત થયેલા લૈકમે ફેશન વીકમાં બૉલીવુડની ઘણી અભિનેત્રીઓ અને મૉડલ પોતાનો જલવો વિખેરતી જોવા મળી હતી.વિકના પાંચમા દિવસે દિવ્યા રેમ્પ પર ઉતરી હતી, પણ આ જ સમયે દિવ્યા મુશ્કેલીમાં પડી ગઈ હતી.

દિવ્યાએ  હૈદરાબાદ બેસ્ડ ફેમસ ફેશન ડિઝાઈનર Krsna Couture  માટે રેમ્પ વોક કર્યું હતું.આ સમયે દિવ્યાએ ગ્રે કલરનો લહેંગો  પહેર્યો હતો જેની સાથે તેણે ડીપ ફ્રન્ટ ડિઝાઇનનું બ્લાઉઝ મેચ કર્યું હતું.આ સુંદર લહેંગામાં એવું વર્ક કરવામાં આવ્યું હતું કે  તેના પર લાઈટ પડતા જ તે ચમકવા લાગે છે.  જેના પર રેશમના દોરાની સાથે ગ્લાસ બીડ્સ પણ લગાવવામાં આવ્યાં હતાં.આ લુક સાથે દિવ્યાએ કુંદન અને ગ્રીન સ્ટોન સ્ટડીડ જવેલરી પહેરી રાખી હતી, જે તેને રોયલ લુક આપી રહ્યા હતા.

વોકના સમયે દિવ્યાના લહેંગાનું સાઈડનું બટન ખુલી જાય છે પણ દિવ્યાએ તેન ખુબ સારી રીતે સંભાળ્યું હતું. દિવ્યાએ જરા પણ હડબડી કર્યા વગર પોતાના હાથ કમર પર રાખીને લહેંગો પકડી લે છે અને ફરીથી વોક કરવા લાગે છે અને એવી રીતે વોક કર્યું કે જાણે કે કશું બન્યું જ નથી.વોક દરમિયાન દિવ્યાની સ્માઈલે દરેકનું દિલ જીતી લીધું હતું.

T-Seriesના માલિક છે ભૂષણ કુમાર અને તેમની વાઈફ દિવ્યા છે નિર્માતા અને અભિનેત્રી ભૂષણ કુમાર અને દિવ્યાની લવસ્ટોરી છે ખૂબ જ ફિલ્મી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા પ્રોડક્શન હાઉસ ‘T-Series’ ના માલિક ભૂષણ કુમારનો આજે 27 નવેમ્બરે જન્મદિવસ આવે છે. લોકો તેમને પ્રખ્યાત ગાયક ગુલશન કુમારના પુત્ર તરીકે પણ ઓળખે છે. આ સિવાય તે ખુબસુરત હિરોઈન દિવ્યા ખોસલા કુમાર સાથેની તેમની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં હોય છે.

નાની ઉંમરે પિતાનો વારસો સંભાળ્યો પિતાના અવસાન બાદ ભૂષણ કુમારે તેમનો બિઝનેસ સંભાળ્યો હતો. તેઓ ટી-સિરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો ખુબસુરત દિવ્યા ખોસલા કુમાર ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાએ ફિલ્મ ‘યારિયાં’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી અને ‘સનમ રે’થી પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

જ્યારે ભૂષણ કુમાર મહાન પિતાના વારસાને આગળ ધપાવી રહ્યા હતા, ત્યારે દિવ્યા ખોસલા કુમાર પંજાબી સિનેમામાં અભિનેત્રી તરીકે પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તેણે સૌની પહેલા સુપર હિટ એક્ટર સલમાન ખાન સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. પછી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયો’માં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂષણ અને દિવ્યા પહેલીવાર ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયો’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. ભૂષણને દિવ્યાને મનાવવામાં લાગ્યો હતો ઘણો સમય ભૂષણ કુમાર દિવ્યાની સુંદરતા પર મોહી પડ્યા હતા. કામના સંબંધમાં તેઓ એકબીજાને મળતા હતા. જ્યારે તેઓ મેસેજ દ્વારા એકબીજા સાથે ચેટ કરવા લાગ્યા

ત્યારે ભૂષણની મોટી ઈમેજને કારણે દિવ્યા આગળ ન વધી. દિવ્યાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મેં કેટલાક મેસેજના જવાબ આપ્યા અને પછી પાછી હટી ગઈ. હું એક રૂઢિચુસ્ત પંજાબી પરિવારમાંથી આવું છું અને હું એવા ધનિક યુવકની નજીક જવા માંગતી ન હતી કે જે કાર સ્પીડમાં ચલાવતો હતો.’ દિવ્યાએ ભલે પીછેહઠ કરી, પણ ભૂષણ તેમનાથી દૂર થઈ શક્યો નહીં. તેમણે તેના પિતરાઈ ભાઈ અજય કપૂરને દિલ્હીમાં દિવ્યાના ઘરે એ ખબર કરવા મોકલ્યો કે તે તેના મેસેજનો જવાબ કેમ નથી આપતી,

જેના પર દિવ્યાએ તેની માતા તરફ ઈશારો કર્યો. અજય જેવો ત્યાંથી ગયો કે તરત જ દિવ્યાને ભૂષણનો મેસેજ આવ્યો જે કદાચ અજય માટે જ હતો. ભૂષણે પૂછ્યું, ‘તેણે શું કહ્યું? શું તેણે હા પાડી?’ ત્યારે દિવ્યાને સમજાયું કે ભૂષણ તેના માટે સીરીયસ છે. બાદમાં, ભૂષણે ખોસલા પરિવારને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું, જ્યાં પરિવારોએ એકબીજાની વચ્ચે ગેરસમજણ દૂર કરી લીધી.

૧૯૫૬નાં રોજ નવી દિલ્હીમાં જન્મેલા ગુલશન કુમારનું ૧૯૯૭ માં નિધન થઇ ગયું હતું. તેમના અવસાન પછી દિગ્ગજ કંપની ટી-સીરીઝની કમાન તેમના દીકરા ભુષણ કુમાર અને વહુ દિવ્યા ખોસલા કુમાર સંભાળે છે. ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેની સુંદરતાની જેલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.

૨૦ નવેમ્બર, ૧૯૮૭નાં રોજ દિલ્હીમાં જન્મેલી હિરોઈન જેવી ખુબસુરત દિવ્યા ખોસલાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૨૦૦૪માં “લવ ટુડે” નામની તેલુગુ ફિલ્મથી કરી હતી. ૨૦૦૪માં તે અક્ષય કુમાર સાથે “અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ” માં પણ નજર આવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ગુલશન કુમારનાં દિકરા ભુષણ કુમાર સાથે પહેલી મુલાકાત થઇ હતી. પહેલા બંનેની વચ્ચે ચેટ અને કોલ પર વાત થવા લાગી. ત્યારબાદ બંને ખૂબ જ જલ્દી એકબીજાની નજીક આવી ગયા હતા.

 

જુઓ દિવ્યા ખોસલાનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Team Dharmik