કરીના કપૂર હોય કે કેટરીના કેફ, સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન, લગ્ન કે કોઇ ઇવેન્ટ માટે લે છે કરોડો રૂપિયા, જાણો

આ સેલિબ્રિટીઓનો ભાવ ખબર છે? 5 નંબર વિશે જાણીને ચકિત થઇ જશો

બોલિવુડ સેલિબ્રિટિઓ આમ તો ફિલ્મો દ્વારા તેમની કમાણી કરતા હોય છે પરંતુ કોઇ જાહેરાત કે કોઇ ઇવેન્ટ કે અન્ય રીતે પણ તેઓ કમાણી કરે છે. બોલિવુડ સ્ટાર્સ માટે અલગ અલગ ફી નક્કી કરવામાં આવે છે અને તેઓને કોઇ લગ્ન કે કોઇ ઇવેન્ટમાં આમંત્રિત કરવામાં આવે તો તેના માટે પણ તેઓને ફી આપવામાં આવે છે. તો ચાલો જાણીએ બોલિવુડ સ્ટાર્સની ફી વિશે…

1.કરીના કપૂર ખાન : બોલીવુડ અભિનેત્રી અને નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન પાર્ટીઓમાં જવા માટે 60 લાખ અને લગ્નમાં જવા માટે 1.5 કરોડ લે છે.

2.સૈફ અલી ખાન : બોલિવુડના નવાબ સૈફ અલી ખાન લગ્ન માટેના 1 કરોડ અને ઉદ્ઘાટન જેવી ઇવેન્ટ્સ માટે 80 લાખ સુધીનો ચાર્જ લે છે.

3.સલમાન ખાન : બોલિવુડના દબંગ સલમાન ખાન કોઈ પણ પાર્ટી અથવા લગ્ન માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે.

4.કેટરિના કૈફ : બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ લગ્નમાં તેના ડાન્સ પર્ફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા લે છે.

5.શાહરૂખ ખાન : બોલિવુજના કિંગ ખાન પાર્ટીઓ અને લગ્નમાં ડાન્સ કરવા માટે 3 થી 4 કરોડ લે છે.

6.દીપિકા પાદુકોણ : બોલિવુડની મશહૂર અભિનેત્રીઓમાંની એક દીપિકા કોઈપણ લગ્ન કે પાર્ટીમાં ભાગ લેવા 1 કરોડ રૂપિયા લે છે.

7.રણવીર સિંહ : બોલિવુડના હેન્ડસમ અને કુલ અભિનેતા રણવીર કોઈપણ લગ્નમાં જવા માટે 1 થી 1.5 કરોડનો ચાર્જ લે છે.

8.હૃતિક રોશન : બોલિવુડના ક્રિશ હૃતિક રોશન પ્રાઈવેટ ફંક્શનમાં ભાગ લેવા માટે આશરે 2.5 કરોડ રૂપિયા લે છે.

9.પ્રિયંકા ચોપડા : આંતરરાષ્ટ્રીય સ્ટાર પ્રિયંકા ચોપડા કોઈપણ લગ્નમાં નાના પ્રદર્શન માટે લગભગ 2 થી 2.5 કરોડ લે છે.

10.સુષ્મિતા સેન : બોલિવૂડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ સુષ્મિતા સેન કોઈપણ લગ્નનો ભાગ બનવા માટે 35 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

11.સની લિયોન : સની લિયોન લગ્નમાં અડધા કલાકના ડાન્સ પરફોર્મન્સ માટે આશરે 23 લાખ રૂપિયા લે છે. જો તમે ઇચ્છો કે સની તમારા ઘરના ફંક્શનમાં આવે, તો તમારે 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

Team Dharmik