આજ સુધી રિલીઝ નથી થઇ શકી અક્ષય કુમારની આ 9 ફિલ્મો, આ અભિનેત્રીઓની સાથે જોવા મળવાના હતા

ઘણીવાર એવું બનતું હોય છે કે કલાકારોએ ફિલ્મની શૂટિંગ કરી લીધી હોય પણ કોઈ કારણોને લીધે તે રિલીઝ ના થઇ શકી હોય. એવું જ બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે પણ બનેલું છે. અક્ષય કુમાર પોતાની દમદાર ફિલ્મો માટે જાણવામાં આવે છે અને વર્ષમાં તેની ત્રણથી વધારે ફિલ્મો તો રિલીઝ થાય જ છે, જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે અક્ષય કુમારની પણ ઘણી ફિલ્મો એવી છે જેનું સફળતાપૂર્વક શૂટિંગ થઇ ચૂક્યું હતું છતાં પણ આજ સુધી રિલીઝ નથી થઇ શકી.

1. મુલાકાત:
ફિલ્મ મુલાકાત 1999માં મુકેશ ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી હતી. ફિલ્મમાં અક્ષય અને રાની મુખર્જી સાથે જોવા મળવાના હતા પણ શૂટિંગના અમુક દિવસ પછી જ કોઈ કારણોને લીધે  શૂટિંગ સ્થગિત કરવામાં આવી, અને ફિલ્મ પણ ત્યાં જ અટકી ગઈ.

2. જીગરબાજ:
વર્ષ 1997માં આ ફિલ્મને રોબિન બનર્જી ડાયરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મમાં જૈકી શ્રોફ, અક્ષય કુમાર, મનીષા કોઈરાલા, અમરીશ પુરી પણ હતા. પણ ફિલ્મ આજ સુધી રિલીઝ ન થઇ શકી.

3. ચાંદ ભાઈ:
આ ફિલ્મમાં અક્ષયની સાથે વિદ્યા બાલન પણ જોવા મળવાની હતી. ફિલ્મને નિખિલ અડવાણી ડાયરેક્ટ કરી રહ્યા હતા પણ આજ સુધી રિલીઝ ન થઇ શકી.

4. ખિલાડી વર્સેસ ખિલાડી:
અક્ષય કુમારે ખિલાડી ફિલ્મની અનેક સિરીઝ કરી છે, જેને લીધે જ તેને બોલીવુડના ખિલાડી કહેવામાં આવે છે. ખિલાડી સિરીઝની લગાતાર સફળતા જોઈને મેકર્સે ખિલાડી વર્સેસ ખિલાડી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું જેને ઉમેશ રાય ડાયરેક્ટર કરી રહ્યા હતા, પણ અમુક કારણોને લીધે ફિલ્મ રિલીઝ થઇ શકી ન હતી.

5. પૂરબ કી લૈલા પશ્ચિમકા છૈલા:
આ શાનદાર ફિલ્મ વર્ષ 1997માં બનીને તૈયાર થઇ હતી, ફિલ્મમાં અક્ષયની સાથે સુનિલ શેટ્ટી અને નમ્રતા શિરોડકર પણ ખાસ કિરદારમાં હતા, ફિલ્મની શૂટિંગ પણ પૂર્ણ થઇ ગઈ હતી પણ રિલીઝ ન થઇ શકી.

આ સિવાય વર્ષ 2010માં લારા દત્તા સાથેની ફિલ્મ આસમાન, 2006 માં અજય દેવગન, નાના પાટેકર, રિતેશ દેશમુખ, મહિમા ચૌધરી, ઉર્મિલા માતોંડકર સાથેની ફિલ્મ સામના, અને વર્ષ 1993માં દિવ્યા ભારતી સાથેની ફિલ્મ રાહગીર અને પરિણામ ક્યારેય રિલીઝ ન થઇ શકી.

Team Dharmik