લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ, આલિયા ભટ્ટથી લઇને આ મોટી મોટી હિરોઇનોને સુહાગરાત પહેલા જ સુહાગરતોની સુહાગરાતો મનાવી લીધી

રવિવારનો દિવસ બોલિવુડના ગલિયારાઓમાં એક અલગ ખુશી લઇને આવ્યો. આલિયાએ બેબી ગર્લને જન્મ આપ્યો. આલિયા અને રણબીરે 6 નવેમ્બરના રોજ તેમના જીવનમાં એક દીકરીનું સ્વાગત કર્યુ છે. 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા બાદ આલિયાએ 27 જૂનના રોજ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.

ત્યાં આલિયાએ લગ્નના 7 મહિનામાં જ દીકરીને જન્મ આપ્યો છે. આલિયા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી. જો કે, આલિયા પહેલા પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ છે.

નેહા ધૂપિયાઃ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 10 મે 2018ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 6 મહિના પછી જ નેહાએ દીકરીને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આ જાણકારી બધાને આપી હતી. એવા સમાચાર હતા કે નેહા લગ્ન પહેલા પ્રેગ્નેટ હતી, તેથી તેઓએ ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા.

નતાશા સ્ટેનકોવિક : નતાશાએ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા જ નતાશા પ્રેગ્નેટ થઇ ગઇ હતી. હાર્દિક અને નતાશાએ પ્રેગ્નેંસીની ઘોષણા પણ લગ્ન પહેલા જ કરી હતી.

દિયા મિર્ઝાઃ આ લિસ્ટમાં દિયા મિર્ઝાનું નામ પણ સામેલ છે. દિયાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ બિઝનેસમેન વૈભવ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ મહિના બાદ જ દિયાએ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. 5 મહિના પછી દિયાએ પુત્રને જન્મ આપ્યો. અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે પુત્રની પ્રિમેચ્યોર ડિલિવરી થઈ હતી અને તેને 2 મહિના સુધી NICUમાં રાખવામાં આવ્યો હતો. લગ્ન પહેલા પ્રેગ્નેંસીના કારણે દિયા ટ્રોલીંગનો શિકાર પણ બની હતી.

નીના ગુપ્તા : ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રી નીના ગુપ્તાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ મસાબા ગુપ્તા છે. મસાબા વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી છે. નીનાએ સિંગલ મધર તરીકે મસાબાનો ઉછેર કર્યો છે અને તેને ક્યારેય પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી.

કોંકણા સેન શર્માઃ 3 સપ્ટેમ્બર, 2010ના રોજ અભિનેત્રી કોંકણા સેને અભિનેતા રણવીર શૌરી સાથે લગ્ન કર્યા. લગ્નના 5 મહિના પછી જ તેણે પુત્ર હારુનને જન્મ આપ્યો. તે સમયે એવી અટકળો પણ લગાવવામાં આવી હતી કે અભિનેત્રી લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી અને તેથી જ તેણે ઉતાવળમાં લગ્ન પણ કરી લીધા હતા. કોંકણા અને રણવીરના આ લગ્ન પણ માત્ર 5 વર્ષ ચાલ્યા અને સપ્ટેમ્બર 2015થી બંને અલગ રહેવા લાગ્યા. 2020માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને હવે પુત્રની કસ્ટડી બંને પાસે છે.

સારિકા : બોલિવુડ અને સાઉથ ફિલ્મોમાં પોતાની કમાલ બતાવનાર કમલ હાસનની બીજી પત્ની સારિકા પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી. રીપોર્ટ અનુસાર, કમલે પહેલી પત્નીને છૂટાછેડા પણ આપ્યા નહોતા. પરંતુ બંને સાથે લિવઇનમાં રહેતા હતા. લગ્ન બાદ સારિકાએ તેની પહેલી દીકરી અને આજે બોલિવુડની એક્ટ્રેસ બની ચૂકેલી શ્રુતિ હાસનને જન્મ આપ્યો હતો.

Team Dharmik