ડુંગળી લસણ સિવાય આ 5 વસ્તુઓ પણ નવરાત્રીમાં ના ખાવી, ઉપવાસમાં કરો ફકત સાત્વિક વસ્તુઓનું સેવન

થોડા જ દિવસમાં પવિત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. નવરાત્રીના તહેવારને લોકો ખુબ જ ભક્તિ ભાવ સાથે ઉજવે છે, માતાજીના ગરબા રમવાની સાથે સાથે ભક્તિમાં લિન થવાના પણ આ 9 દિવસો છે જેના કારણે ભક્તો ઉપવાસ પણ રાખે છે અને ઘણા ભક્તો ડુંગળી લસણનું સેવન નથી કરતા. આ સમયમાં સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ લસણ ડુંગળી સિવાય પણ એવી કેટલીક વસ્તુઓ છે જે સાત્વિક ભોજનમાં નથી આવતી. ચાલો જોઈએ નવરાત્રી દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.

હિન્દૂ ધર્મ અનુસાર ભોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. રાજસિક, તામસિક અને સાત્વિક. જેમને આધ્યાત્મિક ઉર્જા જોઈએ છે તેમને રાજસિક અને તામસિક ભોજનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે શરીરની ઈચ્છાઓને જન્મ આપનારી હોય છે અને માનસિક સુસ્તી વધારે છે.

ડુંગળી પણ શરીરમાં ગરમી વધારે છે. માટે નવરાત્રીની અંદર ડુંગળી ખાવામાં નથી આવતી. ડુંગળીની જેમ જ લસણ પણ જેને રાજોગિની પણ કહેવામાં આવે છે. તે એવા પદાર્થોમાં સંદર્ભિત કરે છે જે પોતાની સહજતા ઉપર પકડ ખોઈ બેસે છે અને તમારી ઈચ્છાઓ અને પ્રાથમિકતાઓ વચ્ચે અંતર કરવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે લસણ પણ નવરાત્રીના ઉપવાસમાં ખાવામાં નથી આવતું.

શું ના ખાવું? આ ઉપરાંત પણ કેટલીક એવી વસ્તુઓ છે જેને સાત્વિક આહારમાં નથી ગણવામાં આવતી.જેમ કે ડુંગળી, લસણ ઉપરાંત સરસવની ભાજી, મશરૂમ, માદક પદાર્થ, ડબ્બા બંધ ખાદ્ય પદાર્થ,  વાસી ભોજન. આ પાંચ પદાર્થો સિવાય માસ માંછલીનુ સેવન પણ નવરાત્રીના દિવસોમાં કરવામાં નથી આવતું.

શું ખાઈ શકાય ?: તો સાત્વિક આહાર કયો ? અને નવરાત્રીના સમયમાં શું ખાવું જોઈએ તો નવરાત્રીના સમયમાં શુદ્ધ સાત્વિક આહાર લેવો જોઈએ જેમ કે તમામ પ્રકારના અનાજ અને દાળ, દૂધ અને તેમાંથી બનેલા પદાર્થો, તમામ પ્રકારના શાકભાજી, તમામ પ્રકાર ફળ અને સૂકા મેવા.

Dharmik Duniya Team