ઘરે કામ વગર બેસી રહેવું મંજૂર છે પરંતુ કોઈ પાસે હાથ લંબાવવો નથી પસંદ બોલિવુડના આ 5 અભિનેતાને

બોલીવુડની રંગીન દુનિયામાં ઘણા એવા અભિનેતાઓ કે અભિનેત્રીઓ છે જેઓ એક સમયે દમદાર ફિલ્મો આપીને સુપરહિટ સાબિત થયા હતા પણ પછી અચાનક જ ઈન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી.આવા કલાકારો આગળના ઘણા સમયથી ફિલ્મ જગતથી દૂર છે છતાં પણ પણ આલીશાન જીવન જીવી રહ્યા છે.

એમાંના ઘણા કલાકારોએ એક સમયે ખુબ સુપરહિટ ફિલ્મો આપીને ખુબ પૈસા કમાયા અને આજે આરામનું જીવન જીવી રહ્યા છે. બૉલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે કામ મળવું લગભગ બંધ થઈ ગયું છે અને તે એક મોટા અંતરાલ પછી ક્યારેક જ ફિલ્મોમાં જોવા મળે છે.બોલીવુડમાં ઘણા અભિનેતાઓ કામ માંગવા પર શરમાતા નથી જ્યારે અમુકને ઇન્ડસ્ટ્રીમાં કામ માટે હાથ લાંબો કરવો બિલકુલ પણ પસંદ નથી.

બૉલીવુડમાં ઘણીવાર કામ માંગે છે તો જ કામ મળે છે. જ્યાં અમુક અભિનેતાઓ કામ માંગવાથી શરમાતા નથી. એવામાં આજે અમે તમને એવાજ અમુક કલાકારો વિશે જણાવીશું જેઓ ઘરે બેસીને ટીવી જોવું પસંદ કરશે પણ કોઈની પાસે કામ નહિ માંગે.

1.સુનીલ શેટ્ટી:

એક તબક્કામાં સુનીલ શેટ્ટીનું નામ સુપરસ્ટારની લિસ્ટમાં થતું હતું. સુનિલ શેટ્ટી એક એક્શન હીરોના રૂપમાં વધારે ખ્યાતનામ છે. તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોનું હૃદય જીતી લીધું હતું. નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનું લોહ દરેક રોલમાં નિભાવ્યું છે. 2001 માં આવેલી ધડકન ફિલ્મ માટે સુનિલ શેટ્ટીને બેસ્ટ ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો છે. પરંતુ હવે તે ઓછી ફિલ્મોમાં જ દેખાય છે. તમને જણાવી દઈએ કે સુનિલ તેની પત્ની સાથે મળીને બિઝનેસ સંભાળી રહ્યા છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.

2. તુષાર કપૂર:

તુષાર કપૂર બૉલીવુડના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનો પુત્ર છે. તુષાર કપૂરે બોલિવુડમાં માત્ર અમુક જ ફિલ્મો કરી છે. ટેલેન્ટેડ હોવા છતાં તુષાર તેમનો જાદુ દર્શકો પર ચલાવી શક્યા નહી. તુષારની બહેન એકતા કપૂર ફિલ્મ ઉદ્યોગમાં જાણીતી પ્રોડ્યુસર છે. તુષાર કપૂરે ગોલમાલ સીરીઝમાં તેમનું કોમિક પરફોર્મન્સ આપવા માટે જાણીતા છે. બૉલીવુડમાં તુષાર એક અભિનેતા તરીકે જોવામાં આવે છે પરંતુ તે ક્યારેય કોઈની પાસે કામ માંગતો નથી.

3. બોબી દેઓલ:

90 ના દાયકામાં બોબી દેઓલ એક લોકપ્રિય અભિનેતા હતા. તે તબક્કામાં તેમણે ઘણી સફળ ફિલ્મો આપી છે. પરંતુ આજના સમયમાં તેની પાસે એક પણ ફિલ્મ ફિલ્મ નથી. જોકે વર્ષ 2011 માં આવેલી ફિલ્મ ‘યમલા પગલા દિવાના’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ અને ધર્મેન્દ્ર હતા. પરંતુ એ પછી તેમના ખાતામાં એક પણ સફળ ફિલ્મનો ઉમેરો નથી. તાજેતરમાં તે ‘રેસ 3’ માં જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ અને તેમના કામ માટે કંઇક વિશિષ્ટ પ્રશંસા ના થઈ.

4. અક્ષય ખન્ના:

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’ માં અભિનેતા અક્ષય ખન્ના દેખાયા હતા. આ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આધારિત હતી. અક્ષય ખન્ના પણ બૉલીવુડ ફિલ્મોમાં ઓછા જ દેખાય છે પરંતુ લોકો તેના ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે. અક્ષય ખન્ના બોલીવૂડના એક શ્રેષ્ઠ અભિનેતા છે. અક્ષય ખન્ના વિશે પણ આ વાત જાણીતી છે કે ભલે તે તેને ફિલ્મોમાં કામ મળે કે ન મળે, તે ક્યારેય કોઈ ઉત્પાદક / દિગ્દર્શક પાસે કામ માંગવા માટે નથી જતાં.

5. સની દેઓલ:

90 ના દાયકામાં સની દેઓલ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તેણે તે સમયમાં ઝિદ્દી, ઘાતક , બૉર્ડર અને ગદ્દર જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. પરંતુ હવે તેમનું સ્ટારડમ ક્યાંક ખોવાઈ ગયું છે. તેના પછી તેમણે ઘણા ઍક્શન ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને પહેલાં જેમ સફળતા મળી ન હતી. જોકે આજે સનીની પાસે પૈસોની કોઈ ખોટ નથી પણ છતાં પણ તે સાદૂ જીવન જીવે છે. તેમણે અત્યાર સુધી કોઈ પણ નિર્માતા પાસે કામ માટેની માંગ કરી નથી.

Team Dharmik