OMG ! આ ગાય ચાવી ગઇ 20 ગ્રામ ચોનાની ચેન, ડોક્ટરોએ આવી રીતે શોધી

આપણા દેશની અંદર ગાયને એક માતા તરીકે પૂજવામાં આવે છે, વાર તહેવારે ગાયની પૂજા થાય છે. તેને તિલક કરવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે, ઘણી જગ્યાએ તો આપણે જોયું છે કે ગાયને આભૂષણો પણ પહેરાવવામાં આવે છે. જે લોકો પોતાના ઘરે ગાય રાખે છે, તે ગાયને ખુબ જ પ્રેમ પણ કરતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા અને સમાચારમાં એક એવી ખબર ચર્ચાઈ રહી છે જેને લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે.

આ ઘટના બની છે કર્ણાટકના હિપાનાહલ્લી ગામમાં, જ્યાં એક પરિવારે દિવાળીના અવસર ઉપર ઘરમાં ગાય અને વાછરડાની પૂજા કરી હતી. આ દરમિયાન તેમને વાછરડાને સોનાની ચેઇન પહેરાવીને તેનું સન્માન કર્યું હતું. જેની થોડીવાર બાદ તેમને ચેઇન ઉતારીને સામે રાખી દીધી હતી અને તેની સાથે ફૂલોની કેટલીક માળાઓ પણ હતી. પરંતુ જયારે પરિવારની પૂજા પૂર્ણ થઇ ગઈ ત્યારે સોનાની ચેઇન ત્યાંથી ગાયબ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર પરિવાર ચેઇન ખોવાવવાના કારણે ખુબ જ પ્રેશન હતો અને તેમેં શંકા હતી કે ચેઇન ગાય ગળી ગઈ હશે. જેના બાદ તેમને ડોક્ટરને બોલાવ્યા અને તપાસ કરી ત્યારે ખબર પડી કે ચેઇન ગાય ગળી ગઈ છે અને તે તેના પેટમાં છે. જેના બાદ આખો પરિવાર એક મહિનાથી પણ વધારે સમય સુધી ગાય દ્વારા કરવામાં આવતા પોદળા ઉપર કડક નજર રાખવા લાગ્યા, તે છતાં તેમના હાથમાં કઈ ના આવ્યું.

જેના બાદ એ 20 ગ્રામની ચેઇન માટે તેમને ગાયની સર્જરી કરાવવી પડી હતી અને ત્યારે જઈને પરિવારને સોનાની ચેઇન પરત મળી હતી. હેરાન કરવા વાળી વાત તો એ હતી કે ગાયના પેટમાં ચેઇન રહેવાના કારણે તેનું વજન 2 ગ્રામ ઓછું થઇ ગયું અને ચેઇન 18 ગ્રામની થઇ ગઈ. પરિવારનું કહેવું છે કે ચેઇન મેળવીને ખુશી છે પરંતુ આમ થવાના કારણે ગાયને સર્જરીમાંથી પસાર થવું પડ્યું તે દુઃખની વાત છે.

ડોક્ટર દ્વારા મેટલ ડિટેક્ટર દ્વારા  ચેઇનની શોધ  કરવામાં આવી હતી અને ગાયની સર્જરી કરીને બહાર કાઢવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર  શ્રીકાંત હેગડે પાસે 4 વર્ષની ગાય અને તેનું વાછરડું છે. દિવાળીના અવસર ઉપર તેમને ગાય અને વાછરડાને નવડાવ્યું અને ફૂલ તેમજ માળાઓ દ્વારા તેમનો શૃંગાર પણ કર્યો.

આપણે પણ ઘણા લોકોને વિવિધ  તહેવારો ઉપર ગાયની પૂજા કરતા જોયા છે. ઘણા લોકો ગાયને કિંમતી આભૂષણો દ્વારા પણ સજાવતા હોય છે. પરંતુ પૂજા પૂર્ણ થયા બાદ તે ઘરેણાં પરત લઇ લે છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું પરંતુ ગાયના માલિકથી થોડી ચૂક થઇ ગઈ અને ગાય સોનાની ચેઇન ગળી ગઈ.

Team Dharmik